હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સરદાર નગર (Sardarnagar) વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર (Bootlegger) રાજુ ગેંડી (Raju Gendi) અને તેના દીકરા વિકી ગેંડીના (Vicky Gendi) આતંકની ઘટના સામે આવી છે. ગેંડી ગેંગ દ્વારા ઉઘરાણીએ આવેલા એક બૂટ-ચપ્પલના ધંધાર્થીને (Beaten Businessman) લમધારવામાં આવ્યો હતો. આતંકવની આ ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે. વેપારીનો આક્ષેપ છે કે આશરે 7000 રૂપિયાનો માલ લીધા બાદ પૈસા ચુકવ્યા નહોતા અને પૈસા લેવા ગયા તો પોતાના સાગરિતો સાથે મળીને અને ઢોર માર માર્યો હતો.
સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યો સરદારનગરના છે, જ્યાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો દીકરો વિકી ગેંડી વેપારીને માર મારતો જોવા મળી રહ્યો છે. વિકી ગેંડી એ પોતાનાં પરિવારમાં જન્મદિવસ હોવાથી પોતાના સમગ્ર પરિવાર માટે સરદારનગરનાં વેપારી પાસેથી રૂપિયા 7500 ના બુટ અને ચપ્પલ લઈ ગયો હતો. જેનાં પૈસા ઓનલાઈન આપવાનુ કહીનો દોઢ મહિનાથી ન આપતો હોવાથી વેપારીઓ લેવાનાં નીકળતા પૈસા માંગતા તેને ઢોર માર મારીને ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી.
જોકે આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે..મહત્વનું છે કે કુખ્યાત કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી તો હાલ જેલના સળિયા ગણી રહ્યો છે પરંતુ તેનો દીકરો અને સાગરીતો મારફતે સરદારનગર વિસ્તારમાં દારૂની હાટડીઓ બેફામ ચલાવી રહ્યો છે...ત્યારે તેના ત્રાસથી કંટાળીને અનેક વેપારીઓએ વિસ્તારમાંથી હિજરત પણ કરી રહ્યા છે.
પૂર્વ અમદાવાદનાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના દીકરા વિકી ગેંડીએ સરદારનગરમાં ઉઘરાણી કરવા આવેલા વેપારીને ઢોર માર માર્યો, પોલીસ મૂકપ્રેક્ષક pic.twitter.com/RUyencOd7d
પોલીસ ની રહેમ નજર હેઠળ સરદરનગર વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ દારૂનો વ્યવસાય ચાલી રહ્યો છે ત્યારે આવા બુટલેગરો વિસ્તારમાં દબદબો બનાવી રાખવા માટે થઈને વેપારીઓને હેરાન કરતા રહે છે.
ઉલ્લેખનીય છે કે રાજુ ગેંડીના સાગરીતો દ્વારા વેપારીઓ પાસેથી વસ્તુ લેવામાં આવે છે અને પૈસા પણ આપવામાં આવતા નહીં હોવાનો આક્ષેપ સરદારનગર વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે. મહત્વનું છે કે આવા અસમાજિક દૂષણોને ડામવા માટે થઈને સ્થાનીક પોલીસ અસમર્થ નીવડી રહી છે તે વાત પણ એટલી જ હકીકત છે.
હાલતો આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે 3 શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી હોય તેવું જોવા મળી નથી રહ્યું. આગાઉ વર્ષ 2014 માં પણ આજ વેપારી જોડે પણ મારમારી કરી હોવાનું રટણ ફરિયાદી કરી રહ્યા છે આ સાથે જ તેમની દુકાનની પાછળના ભાગે હજી પણ રાજુ ગેંડી દ્વારા દારૂના અડ્ડા ચલવાઈ રહ્યા છે.