Ahmedabad Crime News: અમદાવાદમાં નમકીન અને માઉથ ફ્રેશનર્સનાં પેકેટમાં ગુટખા ભરી મોકલવામાં આવતો હોવાની ગઠિયાઓની નવી ટ્રિક સામે આવી છે. અમદાવાદ કસ્ટમની ફોરેન પો્સટ ઓફિસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે.
અમદાવાદ: અમદાવાદથી વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો ગૂટખાનો 64.5 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ કસ્ટમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કસ્ટમ્સી ફોરોન પોસ્ટ ઓફિસ દ્વારા 6 પાર્સલ જાપાન મોકલાવમાં આવી રહ્યાં હતાં. આ પાર્સલમાં કંઇ ગેરકાયદે હોવાની શંકા જતા ફોરેન પોસ્ટ ઓફસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ નજરે વિદેશ મોકલામાં આવી રહેલાં આ નમિકન, મસાલા, માઉથ ફ્રેશનર્સનાં સમાન્ય પેકેટ જ લાગે છે. પરંતુ જે પ્રકારનું પેકિંગ હતું તેનાં પરથી કંઇક અજૂગતુ હોવાની શંકા વધુ ઘેરી બની હતી.
આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં. જેનું વજન 64.5 કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો. આ પાર્સલ કોના દ્વારા અને કોને મોકલવામાં આવી રહ્યું હતું તેની તપાસ હાથ ધરાઇ છે. જાણકારોનાં મતે પેડલરો ્દવારા વિદેશમાં ગૂટખા મોકલવાનું ખાસ નેટવર્ક હોય છે.