Home /News /gujarat /અમદાવાદઃ 31st party યોજાય કે ન યોજાય, Drugs પેડલરો સક્રિય, બે કાશ્મીરીઓ ઝડપાયા
અમદાવાદઃ 31st party યોજાય કે ન યોજાય, Drugs પેડલરો સક્રિય, બે કાશ્મીરીઓ ઝડપાયા
પકડાયેલા કાશ્મીરી પેડલરની તસવીર
Ahmedabad crime news: કેટરર્સના (Caterers man) માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં (party) ચરસ (Hashish) આપનાર બે કાશ્મીરી યુવકોની (kashmiri boys) સરખેજ પોલીસે ધરપકડ (sarkhej police) કરી છે.
અમદાવાદ: શહેરમાં 31મી ડિસેમ્બરની (31st party) કેટલીક પાર્ટીઓમાં શરાબ, શબાબ અને કબાબનો માહોલ જામતો હોય છે. કેટલાય નબીરાઓ અને હાઈ પ્રોફાઈલ યુવતીઓ (high profile) ડ્રગનો (drugs) નશો કરતી હોય છે. ત્યારે કોરોનાના (coronavirus) કારણે 31મી ડિસેમ્બરની પાર્ટીઓ થશે કે નહીં થાય તે બાબત પર હજુ અસમંજસ છે. પણ આવી જ પાર્ટીઓમાં ડ્રગ આપનાર પેડલરો સક્રિય થઈ ગયા છે. કેટરર્સ ના માણસો તરીકે કામ કરવાની આડમાં યુવાધનને પાર્ટીઓમાં ચરસ આપનાર બે કાશ્મીરી યુવકોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ માં અનેક ખુલાસા પણ થયા છે.
સરખેજ પોલીસસ્ટેશનના પીઆઇ એસ જી દેસાઈ અને તેમની ટીમને બાતમી મળી કે મકરબા પાસેથી બે લોકો ચરસ નો જથ્થો ક્યાંક ડિલિવરી કરવા જઈ રહ્યા છે. સરખેજ પોલીસની ટીમે અહીં વોચ ગોઠવી આરોપી ફારૂક અહમદ કોશી અને બિલાલ અહમદ પુશવાલની ધરપકડ કરી છે.
આ બને શખશો મૂળ કાશ્મીરના છે, જેઓ મકરબાની એક સ્કૂલ પાસેથી ચરસનો જથ્થો લઈને નીકળવાના હોવાની બાતમી મળતા પોલીસે તે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દોઢ લાખનું 990 ગ્રામ કાશ્મીરી ચરસ મળી આવ્યું છે. જે બને કાશ્મીર થી જ લાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ પોષ વિસ્તારમાં રહેતા યુવાનો કે યુવતીઓ કે જે નશાના બંધાણી હોય તેને સપલાય કરતા હતા. આરોપીઓ છ માસથી અહીં રહે છે. કોઈને નશાનો કારોબાર ચલાવતા હોવાની ગંધ ન આવે તે માટે તેઓ કેટરિંગનું કામ કરતા હતા.
જે જે પાર્ટી પ્લોટમાં કામ કરે ત્યાં કોઈ આવો નશો કરવા વાળી વ્યક્તિ મળે તો તેને પણ આ ચરસ આપતા હોવાનું સામે આવ્યું છે. પણ મુખ્યત્વે તો એસજી હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાતી પાર્ટીઓમાં જ ચરસ આપ્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ આરોપીઓ કેટલા માં આ ચરસ લાવતા અને કેટલામાં વેચતા, સાથે કોને કોને આવો જથ્થો આપી ચુક્યા છે અને પોલીસે પકડ્યા ત્યારે કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
બીજીતરફ જો આરોપીઓ ન પકડાયા હોત તો ફાર્મહાઉસમાં થતી 31મીની પાર્ટીઓમાં પણ તેઓ સપ્લાય કરી ચુક્યા હોવાનું નકારી શકાય નહીં. હાલ 31 મી પહેલા શહેર પોલીસ એક્ટિવ થઈ જ ગઈ છે તે આ કામગીરી પરથી કહેવું ખોટું નથી.