Home /News /gujarat /

અમદાવાદ : પતિએ એક વર્ષથી સેક્સથી વંચિત રાખતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દીકરીને જબરદસ્તી પીવડાવો હતો બીયર

અમદાવાદ : પતિએ એક વર્ષથી સેક્સથી વંચિત રાખતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દીકરીને જબરદસ્તી પીવડાવો હતો બીયર

પ્રતિકાત્મક તસવીર

પતિ દારૂના નશામાં મહિલાને ત્રાસ આપતો હતો, ઈચ્છા ન હોવા છતાં તેને બિયર પીવા માટે દબાણ કરતો

પતિ પત્ની (Husband Wife) વચ્ચેના ઝઘડા ગંભીર પરિણામ લાવતા હોવાના અનેક કિસ્સા સામે આવે છે. પતિ દ્વારા પત્નીને ત્રાસ આપતો હોવાની ફરિયાદો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતી જ હોય છે. તાજેતરમાં જ અમદાવાદના (Ahmedabad) ગોતા (Gota) વિસ્તારની પરિણીતાએ (Wife) પતિ સામે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું છે કે, તેના એનઆરઆઈ  (NRI)પતિએ તેને એક વર્ષથી સેક્સથી (SEX) વંચિત રાખી છે. ઉપરાંત પતિ તેની બે વર્ષની બાળકીને બિયર પીવડાવતો હતો.

અરજીમાં મહિલાએ કહ્યું છે કે, તેના લગ્ન 2016માં થયા હતા. ત્યારબાદ પતિ સાથે 2017માં દુબઇ ચાલી ગઈ હતી. જ્યાં તેનો પતિ તેને બિયર પીવા મજબૂર કરતો હતો અને દીકરીને બિયરના ખાલી કેન રમવા આપતો હતો. તેમજ સાસુ-સસરાની ઉશ્કેરણી પર પતિ તેને શારીરિક ત્રાસ આપતો હતો.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તેનો પતિ દારૂના નશામાં મહિલાને ત્રાસ આપતો હતો, ઈચ્છા ન હોવા છતાં તેને બિયર પીવા માટે દબાણ કરતો હતો. તેણે નવજાત બાળકીને પણ બિયર પીવડાવી હતી. પરિણીતાએ વધુમાં જણાવ્યું કે, પતિ તેની શારીરિક સ્થિતિનો મજાક ઉડાવતો હતો.

આ પણ વાંચો : રાજકોટ : જાહેરમાં 'દાદાગીરી'નો Viral Video, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા

પતિ એક વર્ષથી સેક્સ કરવાનો ઇનકાર કરતો હતો. દીકરી બીમાર હતી ત્યારે પતિએ દવા માટે પૈસા અપાવાનો પણ નનૈયો ભણી દીધો હતો. દુબઈથી ભારત આવ્યા બાદ પરિણિતાને પતિ પિયર મૂકી આવ્યો હતો અને બાદમાં પરિવાર સાથે દુબઇ પરત ચાલ્યો ગયો હતો.

અમદાવાદમાં વધુ એક શરમજનક કિસ્સો

અમદાવાદમાં વધુ એલ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ 24 વર્ષના શખ્સની ધરપકડ કરાઈ હતી. સરનામું પૂછવાના બહાને આ શખ્સે યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નવરંગપુરા વિસ્તારની પ્રાઇવેટ લો ફર્મમાં કામ કરતી કાયદાશાસ્ત્રની વિદ્યાર્થીની શોપિંગ કોમ્પલેક્ષમાં જઈ રહી હતી, ત્યારે સ્કૂટર પર આવેલા શખ્સે તેને રસ્તામાં ઉભી રાખી હતી અને એડ્રેસ પૂછ્યું હતું.

વધુ વિગતો મુજબ યુવતીને સરનામાંનો ખ્યાલ નહોતો, પરંતુ તેને મદદ કરવા માટે તેણે વાત કરી હતી. જોકે તે દરમિયાન શખ્સે મહિલા ઉપર અશોભનીય ટિપ્પણી કરી અભદ્ર ઈશારો કર્યો હતો. આ મામલે યુવતીએ શહેર પોલીસની મહિલા વિંગમાં ફરિયાદ નોંધાવ્યા બાદ નવરંગપુરા પોલીસે તુરંત કાર્યવાહી કરી છે. સીસીટીવી ફૂટેજની તપાસના આધારે આ શખ્સ ચિરાગ ભાટી હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો : મોરબી : APMCની ચૂંટણીમાં કોરોના પોઝિટિવ MLA PPE કીટ પહેરી પહોંચ્યા, નિયમ વિરુદ્ધ મતદાન કરતા હોબાળો

પૂછપરછ દરમિયાન ભાટીએ ગુનો કબુલ્યો હતો. પરંતુ તેણે ગુનો કરવાનું એક વિચિત્ર કારણ આપ્યું હતું. ભાટીના જણાવ્યા મુજબ તેની પત્ની ગર્ભવતી છે, તેણે ત્રણ મહિનાથી તેની સાથે અથવા અન્ય કોઈ સાથે સંભોગ કર્યો ન હતો, તેથી તેણે યુવતી સમક્ષ ફ્લેશ કરી અભદ્ર ઈશારો કર્યો હતો!
First published:

Tags: Beer, Sex, અમદાવાદ Ahemdabad, એનઆરઆઈ NRI, દુબઇ dubai, પત્ની wife

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन