અમદાવાદમાં પહેલીવાર દોડી મેટ્રો, એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી ટ્રેક પર થયો ટ્રાયલ રન 

ટ્રાયલ રન માટે એપરલ પાર્કથી ગુરૂવારે સાંજે 3.45 વાગ્યે વસ્ત્રાલ માટે પહેલી વાર મેટ્રો રવાના થઈ હતી.

અમદાવાદ મેટ્રોનો ફેઝ 1 એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધીનો છે, જેનું હાલમાં ટ્રાયલ રન ચાલી રહ્યું છે. આગામી મહિને મેટ્રોના નવા કોચિસ આવે તેવી શકયા છે.

 • Share this:
  વિભુ પટેલ, અમદાવાદ 

  અમદાવાદમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાી રહી છે, તેવી અમદાવાદ મેટ્રોનું સ્ટેશનથી સ્ટેશન પ્રથમ ટ્રાયલ રન ગુરૂવારે સાંજે થયું હતું. ગુરૂવારે પહેલી વાર બપોરે 3.45 વાગ્યે ટ્રેન એપરલ પાર્કથી નીકળી હતી અને વસ્ત્રાલ જવા રવાના થઈ હતી. આ ટ્રેનના ટ્રાયલ રનનો એક્સક્લૂઝિવ અહેવાલ ન્યૂઝ 18એ દર્શાવ્યો છે. એવી શક્યતા છે કે લોકો માર્ચ મહિનાથી અમદાવાદમાં પણ મેટ્રોની મુસાફરી કરી શકશે.

  એપરલ પાર્કથી શરૂ થયેલા 6.5 કિલોમીટરનો પ્રથમ ટ્રાયલ રન એપરલ પાર્કથી શરૂ થયું હતું. મેટ્રોના ટેકનિકલ અધિકારીએ જણાવ્યું, “આ વિશ્વની ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી સ્ટેઇનલેસ સ્ટિલની મેટ્રો ટ્રેન છે. આ 3 કોચની ટ્રેન છે, જેની કેપેસિટી 1,000 પેસેન્જરની છે. હાલમાં અમે ડ્રાઇવર સાથે ટ્રેન ચલાવીશું ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઇવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઑપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે”

  અમદાવાદ મેટ્રોની એક વિશેષતાએ છે કે તેના કોચિંસ ખૂબ જ મોડર્ન છે. આ મેટ્રો પ્રોજેક્ટના બીજા ફેઝમાં થલતેજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે.
  First published: