અમદાવાદઃ કોરોના દર્દીઓમાં ઓક્સિજન લેવલ વધારતી આ દવાની પણ માર્કેટમાં 80 ટકા અછત

અમદાવાદઃ કોરોના દર્દીઓમાં ઓક્સિજન લેવલ વધારતી આ દવાની પણ માર્કેટમાં 80 ટકા અછત
ડોક્ટર અને દવાની તસવીર

હોમિયોપેથી દવા એસ્પિડોસ્પર્મા લેવાથી વ્યક્તિના શરીરનું ઓક્સિજનનું લેવલ વધી શકે છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે. પરંતુ ડોક્ટરની સલાહ લીધા વિના દવા લેવા લેવી સલાહભર્યું નથી.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે અને ઓક્સિજન લેવલ (Oxygen level) ઘટી જનારા દર્દીઓની વધારે સંખ્યા સામે આવી રહી છે. ત્યારે દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ વધારતી હોમિયોપેથીક દવા એસ્પિડોસ્પર્માની (Homeopathic medicine Espidosperma) પણ માર્કેટમાં 80 ટકા અછત ઉભી થઇ છે. લોકોએ આ દવાનો સંગ્રહ શરૂ કરી દેતા હવે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન કરવા છતાંએ દવા લોકોને ન મળતી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે હોમીઓપેથીક તબીબી ડોક્ટરર્સ આ દવાની કારણ વગર સંગ્રહ નહિ કરવાની અપીલ કરી રહ્યા છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન સેચ્યુરેશનનું સ્તર ઓછું થવાની ફરિયાદો સતત જોવા મળી રહી છે, જેના પરિણામે સમગ્ર દેશ અને રાજ્યોમાં અચનાક ઓક્સિજનની અછત વર્તાવાની શરૂ થઇ છે.જે પાછળ દવાનો બિનજરૂરી સંગ્રહ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. BHMS ડો. સુકેતુ શાહ જણાવે છે કે હોમિયોપેથી દવા એસ્પિડોસ્પર્મા લેવાથી વ્યક્તિના શરીરનું ઓક્સિજનનું લેવલ વધી શકે છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

જેના કારણે દવા હાલ માર્કેટમાં મળતી નથી. તેઓનું કહેવું છે કે આ દવા વ્યક્તિના શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવા માટે ચોક્કસપણે ઉપયોગી બની શકે છે, પરંતુ ડોક્ટરની સલાહ લીધા વિના દવા લેવા લેવી સલાહભર્યું નથી. કોઇપણ વ્યક્તિ ડોક્ટરની સલાહ લીધા વિના ઓવર ધ કાઉન્ટર દવા લઇને સેલ્ફ મેડિકેશન શરુ કરે તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસની દાદાગીરીનો live video, તોડ કર્યા બાદ લોકો સાથે કર્યો દૂર વ્યવહાર, પછી ભેરવાયો

આ પણ વાંચોઃ- હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

કારણકે ડોક્ટર્સ દર્દીની પ્રકૃતિ અને લક્ષણો મૂજબ દવા આપતાં હોય છે. કોવિડ-19 સામે લડવામાં એપિડોસ્પર્મા સહિત બીજી દવાઓ પણ લેવી જરૂરી છે અને ડોક્ટરની સલાહ વિના જાતે જ દવા લેવી જોખમી બની શકે છે. જે વ્યક્તિના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપસર છે તેમણે આ દવા લેવાની કોઇ જ જરૂર નથી.આ પરિસ્થિતિને કારણે હકીકતમાં જે દર્દીઓને દવાની જરૂર છે તેમના માટે દવાની અછત સર્જાવાનું જોખમ પેદા થઇ શકે છે. આથી પરિસ્થિતિથી ગભરાઇને જાતે જ દવા લેવી સલાહભર્યું નથી. દર્દીને જરૂર હોય તો જ આ દવા લેવી જોઇએ અને કોઇપણ કારણ વિના દવા લેવાથી વ્યક્તિેન લાભ થશે નહીં. જેથી દવાની કારણ વગર સંગ્રહ નહિ કરવાની અપીલ તેમણે કરી છે.
Published by:ankit patel
First published:May 02, 2021, 18:33 pm