સરકારી કચેરી અથવાતો ઓફિસના દરવાજા પર ઓફિસરના નામની પ્લેટ લાગાવેલ જોવા મળે પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓફિસમા જતાં દરવાજો પર અલગ પ્રકારનુ લખાણ જોવા મળશે અને લખાણ વાચતાં પણ આશ્ચય થાય કે આ શું લખ્યું ?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ઓફિસના દરવાજા પર રોજ એક મહિલા પોતે હાજર છે તેની હાજરી દરવાજા પર લખે છે અને આખા દરવાજા પર રજીસ્ટરમા હાજરી પુરી હોય તેવી રીતે હાજરી પુરે છે. આ મહિલા જો કોઈ દિવસ મોડી આવે તો ક્યા કારણોસર મોડું થયું તે પણ લખે છે. જોકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. આ શિક્ષિકાનું નામ વિમળાબેન છે.
વિમળાબેન કેશરડી પ્રાથમિક શાળામા શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. વિમળાબેનને જે ગામમાં પોસ્ટિંગ મળ્યું છે ત્યાં તેમને મારી નાખવાની ધમકી મળી છે તેથી હાજરી થયા નથી અને જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીએ રોજ આવે છે અને હાજરીની તમામ વિગતો લખે છે.
વિમળાબેને ન્યૂઝ 18ને જણાવ્યું કે 'હું કચેરીએ રોજ હાજર હતી તેના પુરાવારૂપે દરવાજા પર વિગતો લખું છું. અહીંયા કોઈ ચોક્કસ રજીસ્ટર ન હોવાથી હું આ દરવાજા પર લખું છું. જોકે, આ શિક્ષિકા પોતાના ફરજ પર હાજર નથી થયા તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી તેમના પર પગલાં કેમ નથી લેતા તે મહત્ત્વનો સવાલ છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર