Home /News /gujarat /અમદાવાદઃ પુત્રનો જન્મદિવસ ઉજવવા રૂપીયા ન હોવાથી પિતાનો આપઘાત

અમદાવાદઃ પુત્રનો જન્મદિવસ ઉજવવા રૂપીયા ન હોવાથી પિતાનો આપઘાત

અમદાવાદઃ પુત્રનો જન્મદિવસ ઉજવવા પિતા પાસે રૂપીયા ન હોવાથી શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક પિતાને લાગી આવતા તેણે પોતાની જાતે અગ્નીસ્નાન કરી જીવનનો અંત આણ્યો છે. સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના હાલ ટોક ઓફ દ ટાઉન બની રહી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ પુત્રનો જન્મદિવસ ઉજવવા પિતા પાસે રૂપીયા ન હોવાથી શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક પિતાને લાગી આવતા તેણે પોતાની જાતે અગ્નીસ્નાન કરી જીવનનો અંત આણ્યો છે. સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના હાલ ટોક ઓફ દ ટાઉન બની રહી છે.

શહેરના મેઘાણીનગર કલાપીનગરના ખોડીયારનગરમાં પંડ્યા પરિવારના મોભી હિતેષભાઇએ તેમના 5 વર્ષના પુત્રનો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. પરંતુ અંતિમ દિવસ સુધી રૂપિયાની સગવડ ન થતાં આખરે તેઓ હતાશ થયા હતા. અને કેરોશીન છાંડીને આપઘાત કરી લીધો હતો. જેને લઇને પરિવારમાં સન્નાટો છવાઇ ગયો હતો.

હિતેષભાઈના પુત્રનો બર્થડે દર વર્ષે તેમના ભાઈ ઉજવતા જો કે આ વખતે કડીયાકામ કરી રોજી મેળવતા હિતેષભાઈએ બર્થડે ઉજવવાનુ નક્કી કર્યુ હતુ અને તે તેમા સફળ ન જતા રાત્રીના 10.45 વાગ્યે પોતાના જ ઘરમાં પોતાની જાતે કેરોસીની છાંટીને સળગી ગયા અને જીવનનો અંત આણી દિધો હતો. હિતેષભાઈ પોતાના સંતાનનો બર્થડે ન ઉજવી શક્યા એટલે તેમણે આપઘાત કરી લીધો.. પરંતુ હવે તેમના આ અંતીમપગલાને લઈને તેઓ તેમના સંતાનનો બર્થડે ક્યારેય નહી મનાવી શકે કે સંતાનને માથે પિતાની છત્રછાયા પણ નહી રહે તે નરી સચ્ચાઈ છે. અને સમાજ માટે એક મોટો મેસેજ પણ છે.
First published:

Tags: આપઘાત, ક્રાઇમ, ગુનો, જન્મ દિવસ, પોલીસ`, મોત, સ્યુસાઇડ

विज्ञापन
विज्ञापन