Home /News /gujarat /

અમદાવાદને સ્માર્ટ સીટી બનાવતા લાગણે પાંચ વર્ષ, આવી રીતે કરાશે વિકાસ

અમદાવાદને સ્માર્ટ સીટી બનાવતા લાગણે પાંચ વર્ષ, આવી રીતે કરાશે વિકાસ

અમદાવાદઃકેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી યોજનાના પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાં અમદાવાદની પસંદગી કરી છે. 466 ચો.કિમીના વિસ્તારમાં ફેલાય અમદાવાદ શહેર પાંચ વર્ષમાં સ્માર્ટ બનાવામાં આવશે. શહેરના ગાંધીઆશ્રમની આસપાસ આવેલી પપ હેક્ટર જમીનનો સ્માર્ટ એરિયા ડેવલપમેન્ટ કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃકેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી યોજનાના પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાં અમદાવાદની પસંદગી કરી છે. 466 ચો.કિમીના વિસ્તારમાં ફેલાય અમદાવાદ શહેર પાંચ વર્ષમાં સ્માર્ટ બનાવામાં આવશે. શહેરના ગાંધીઆશ્રમની આસપાસ આવેલી પપ હેક્ટર જમીનનો સ્માર્ટ એરિયા ડેવલપમેન્ટ કરવામાં આવશે.

AHEMNABAD

જેમાં મ્યુનિ. વાડજની ખાડાવાળી જમીનમાં પુરાણ કરવા અને ઝુંપડાના પુનઃવસન પાછળ જ રૂ.૫૦૦ કરોડની તોતીંગ રકમ ખર્ચ કરશે. જ્યારે જલવિહાર ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ પાછળ રૂ.૧૦૦ કરોડનો ખર્ચ થશે. ઉપરાંત આરટીઓ પ્રબોધ રાવળ બ્રિજના છેડે સૌથી મોટો ગાર્ડન બનાવવા પાછળ પણ ૩૦ કરોડથી વધુનો ખર્ચ કરવાનો અંદાજ છે.

આમ માત્ર ૫૩૦ એકર જમીનના વિકાસ પાછળ કેન્દ્ર સરકારની ગ્રાંટ સામે મ્યુનિ. અધધ રૂ. ૬૦૦થી ૭૦૦ કરોડનો ખર્ચ કરશે. આ સિવાય સ્માર્ટ સીટીમાં સ્માર્ટ સર્વિસ પુરી પાડવામાં આવશે. જેમાં શહેરમાં ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક ઉભુ કરવાનો અંદાજ છે. ઇ-ગર્વનન્સ, ૨૪ કલાક પાણી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિ. દ્વારા કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી યોજનાના પ્રથમ ૨૦ શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. પણ કેન્દ્ર સરકાર દર વર્ષે રૂ.૨૦૦ કરોડ રૂપિયા અમદાવાદ શહેરને અપાશે પણ તેનો વહીવટ મ્યુનિ.ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પણ અમલદારો કરશે. શહેરની સ્માર્ટ સીટીની પ્રપોઝલમાં મુકાયેલા વિકાસના કામો કરવા માટે સ્માર્ટ સીટી કંપની બનાવવામાં આવશે.  જેમાં અધિકારીઓ જ આ મહત્વકાંક્ષી યોજનાનો અમલ કરશે.

સ્માર્ટ સિટી માટે પ્રપોઝલ

1)  સ્માર્ટ એરિયા ડેવલપમેન્ટ  

ગાંધીઆશ્રમની આસપાસની ૫૫ હેક્ટર જમીનનો સ્માર્ટ એરિયા તરીકે ડેવલપ થશે

ચંદ્રભાગાના ગટરના પાણીને ટ્રીટ કરવા એસટીપી પ્લાન્ટ

પબ્લીક ટ્રાન્સપોર્ટ સર્વિસનું હબનો વિકાસ

સોલા પેનલ સંચાલિત એલઇડી લાઇટીંગ

સ્લમ તોડી પાકા મકાનો બનાવાશે

વાડજના રામદેવપીર ટેકરાના ફરી ડેવલપ કરાશે

૨.૬૩ લાખ ચો.મી. જમીનમાં ફેલાયેલા ઝુંપડા તોડી નખાશે

ઝુંપડાઓ તોડ઼ી પાકા મકાનો આપવાની યોજના

2) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વિથ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક

ઓપ્ટિકલ ફાઇબર સહિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્માર્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઉભી કરાશે

બીઆરટીએસ, એએમટીએસ, એસટી અને મેટ્રો માટે કોમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમ

ટ્રાફિક, બીઆરટીએસ, એએમટીએસ, ઇ-ગર્વનન્સ, પોલ્યુશન, ફાયર ઇમરજન્સી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કંટ્રોલ રૂમ

3) એર અને રેઇન સ્માર્ટ મોનીટરિંગ 

શહેરમાં ભારે વરસાદ માપવા માટે રેઇનગેજ સ્ટેશનો વધારાશે

શહેરના એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ મોનીટરીંગ માટે સિસ્ટમ ઉભી

એર ક્વોલીટી અને રેઇન માટે સ્માર્ટ સિસ્ટમ ઉભી કરાશે
First published:

Tags: અધિકારીઓ, અમદાવાદ, કેન્દ્ર સરકાર, ગુજરાત, વહિવટ, સુવિધા, સ્માર્ટ સીટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन