Home /News /gujarat /

અમદાવાદ હિટ એન્ડ રન: જુઓ Exclusive CCTV ફૂટેજ; બે કાર વચ્ચે લાગી હતી રેસ

અમદાવાદ હિટ એન્ડ રન: જુઓ Exclusive CCTV ફૂટેજ; બે કાર વચ્ચે લાગી હતી રેસ

બે કાર વચ્ચે રેસ લાગી હતી.

Ahmedabad hit and run case: અમદાવાદમાં મોડી રાત્રે હિટ એન્ડ રન બનાવમાં એક મહિલાનું મોત, બે કાર વચ્ચે રેસ લાગતા એક કાર ચાલકે ચાર શ્રમજીવિને કચડી નાખ્યાં.

  અમદાવાદ: અમદાવાદમાં સોમવારે રાત્રે 12.46 વાગ્યે શિવરંજની નજીક થયેલા હિટ એન્ડ રન (Shivranjni hit and run)ના બનાવમાં એક મહિલાનું મોત થયું છે. આ બનાવમાં ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (Ahmedabad hit and run CCTV) પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર માલિક પૂર ઝડપે કાર હંકારી રહ્યો હતો. સીસીટીવી પરથી લાગી રહ્યું છે કે બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ (Car race) જામી હતી. જેમાં પાછળના કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ધડાકાભાર ફૂટપાથ સાથે અથડાઈ હતી. એવી પણ વિગતો સામે આવી છે કે આ કારના માલિક સામે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવા સહિતના નવ ગુના ટ્રાફિક ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

  કાર માલિક સામે નવ ઈ-મેમો

  ટ્રાફિક પોલીસની વેબસાઇટ પર તપાસ કરતા આ કારના માલિકનું નામ શેલૈષ શાહ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ કારના માલિક સામે નવ જેટલા ઈ-મેમો નોંધાયેલા છે. જેનો દંડ તેણે ભર્યો નથી. આ નવ ઇ-મેમોમાંથી એક ઇ-મેમો બીઆરટીએસ ટ્રેકમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરવાનો પણ છે. આ તમામ વાત પરથી એક વાત સ્પષ્ટ છે કે કાર માલિક ટ્રાફિકના અનેક નિયમોનો ભંગ કરી ચૂક્યો છે. નવ ઇ-મેમોમાં કેટલાક 2017ના વર્ષના પણ છે.  આ પણ વાંચો: જુદાઈ સહન ન થતાં પ્રેમી અડધી રાત્રે પ્રેમિકાના ઘરમાં ઘૂસ્યો, પરિવારજનો જાગી ગયા અને...

  બે કાર વચ્ચે લાગી હતી રેસ

  અકસ્માત સમયના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં બનાવનો સમય 12.46 જણાઈ રહ્યો છે. સીસીટીવીમાં એવું સ્પષ્ટ જોઈ શકાય છે કે બે કાર વચ્ચે રેસ લાગી હતી. જેમાં અકસ્માત સર્જનારા નબીરાની કાર પાછળ હતી. જે બાદમાં તે ટર્ન લેવા જાય છે અને કાર સીધી જ ફૂટપાથ પર બેસી અને ઉંઘી રહેલા લોકો પર ફરી વળે છે. મળતી માહિતી પ્રમાણે પીડિત લોકો જમવાનું બનાવી રહ્યા હતા તેમજ અમુક લોકો ઊંઘી રહ્યા હતા.

  પોલીસ ક્યાં હતી?

  અકસ્માત સમયે શહેરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ હતો. આથી એવો પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે કે નાઇટ કર્ફ્યૂ લાગૂ હતો ત્યારે બે નબીરા રેસ કરી રહ્યા હતા તો નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ક્યાં હતી? જો પોલીસે પહેલા જ આ કારને ઝડપી પાડી હોત તો કદાચ એક શ્રમજીવી મહિલાનો જીવ બચી ગયો હોત.

  આ પણ વાંચો: સુરતમાં મહિલા પ્રૉફેસરનો આપઘાત: માતાને નસ કાપી લેવાની ચીમકી આપી ઘર બહાર મોકલી દીધા

  અકસ્માત બાદ કારમાં સવાર નબીરા ફરાર

  અકસ્માત બાદ કારમાં સવાર ચાર લોકો ભાગી ગયા હતા. જેમાંથી બે લોકો કારની દીશામાં અને બે લોકો તેની વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા. આ સમયે હાજર લોકોએ તેમને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેવું પણ લાગી રહ્યું હતું.

  'લાઇસન્સ રદ કરવાના કાર્યવાહી કરીશું'

  અમદાવાદના હિટ એન્ડ રન કેસ મામલે ટ્રાફિક પોલીસ ડીસીપી તેજસ પટેલ જણાવ્યું હતું કે, આ કેસમાં કાર ચાલકનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કારના ઇ-મેમોનો તમામ દંડ વસૂલ કરવામાં આવશે. તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ પાંચ ગનની મદદથી પૂર ઝડપે વાહન હંકારનારા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. આગામી સમયમાં સરકાર તરફથી વધારે સ્પીડ ગન આપવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Ahmedabad police, Road accident, અકસ્માત, અમદાવાદ, કાર, પોલીસ, હિટ એન્ડ રન

  આગામી સમાચાર