અમદાવાદ : AMC ની સરકારી સ્કૂલમાં રેકોર્ડ બ્રેક એડમિશન : 9500 વિધાર્થીઓએ ખાનગી શાળાને કર્યું ટાટા બાય-બાય
અમદાવાદ : AMC ની સરકારી સ્કૂલમાં રેકોર્ડ બ્રેક એડમિશન : 9500 વિધાર્થીઓએ ખાનગી શાળાને કર્યું ટાટા બાય-બાય
એએમસી સ્કૂલ
Goverment School : વાલીઓ હવે પોતાના બાળકનું એડમિશન સરકારી સ્કૂલમાં લેતા પણ ખચકાતા નથી કારણકે હવે સરકારી સ્કૂલોમાં પણ ખાનગી સ્કૂલો (Private School) માં હોય તેના કરતાં વધુ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે.
અમદાવાદ : એક સમય એવો હતો કે જ્યારે ખાનગી સ્કૂલો (Private school) માં જોવા મળતી ઝાકમઝોળથી વાલી પ્રભાવિત થઈને પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં એડમીશન લેતા હતા. કોરોના કાળ, મોંઘવારી અને સરકારી સ્કૂલ (Goverment School) માં મળતી સુવિધાથી વાલીઓ ફરી સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. AMC સ્કૂલ બોર્ડ (AMC School) માં 9000 થી વધુ વિધ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં આવ્યા છે.
વાલીઓ હવે પોતાના બાળકનું એડમિશન સરકારી સ્કૂલમાં લેતા પણ ખચકાતા નથી કારણકે હવે સરકારી સ્કૂલોમાં પણ ખાનગી સ્કૂલોમાં હોય તેના કરતાં વધુ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સ્કૂલબોર્ડના ચેરમેન સુજય મહેતા જણાવે છે કે, અમદાવાદમાં ચાલુ વરસે 9500 સ્ટુડન્ટ્સ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં આવ્યા છે. તો બીજીતરફ ધોરણ એકમાં 25 હજાર સ્ટુડન્ટએ એડમિશન મેળવ્યું છે. ખાનગી સ્કૂલમાં થી સરકારી સ્કૂલમાં આવેલ સ્ટુડન્ટ્સ ની વાત કરવામાં આવે તો...
2022-23 9500 કોરોના બાદ અનેક વાલીઓની આર્થિક સ્થિતિને અસર થઈ છે જેથી વાલી પણ ખાનગી સ્કૂલમાં મોંઘીદાટ ફી ભરવાની જગ્યાએ ઓછા ખર્ચમાં બાળકને સારું શિક્ષણ આપવા સરકારી સ્કૂલમાં ભણાવાઈ રહ્યા છે.ધોરણ 2 થી 8ના 2014 થી 2022 સુધીમાં 60,000 થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં ભણવા આવ્યા છે.. સરકારી સ્કૂલમાં અદ્યતન ગૂગલ કલાસરૂમ, લેબ, ફ્રી સ્કૂલ ડ્રેસ, જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોપોરેશન દ્વારા હાલ 14 સ્માર્ટ સ્કૂલ છે અને આગામી દિવસોમાં 20 નવી સ્માર્ટ સ્કુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.. સ્કૂલ બોર્ડ હેઠળ સંચાલિત સ્કૂલોમાં આ વર્ષે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક 1,68,000 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જોકે હજુ 31 ઓગસ્ટ સુધી એડમિશન આપવામાં આવી રહ્યા છે જેથી આ આંકડો વધી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર