Home /News /gujarat /

અમદાવાદ : જો જો ટ્રેન ચૂકી ના જતા, આજથી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, જાણો રેલવેનો નવો સમય

અમદાવાદ : જો જો ટ્રેન ચૂકી ના જતા, આજથી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, જાણો રેલવેનો નવો સમય

1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Railway New time table- અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટા ભાગની ટ્રેનોના સમયમાં (Railway New time table)ફેરફાર કરવામાં આવ્યા છે, નવું ટાઈમ ટેબલ 1 ઓક્ટોબર 2021 અમલમાં આવશે

અમદાવાદ : અમદાવાદ રેલવે ડિવિઝનનું નવું ટાઈમ ટેબલ ( Ahmedabad Railway Division New time table) 1 ઓક્ટોબર 2021 અમલમાં આવશે. અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટા ભાગની ટ્રેનોના સમયમાં (Railway New time table)ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન ( Ahmedabad Railway Division)દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે રેલવે સ્ટેશન (Ahmedabad Railway station)પર આવતા પહેલા ટ્રેનો સમય ચેક કરી લે. મોટા ભાગની ટ્રેનોના સમયમાં ફરફાર કરવામાં આવ્યો છે એટલે પ્રવાસીઓની ટ્રેન છૂટી ન જાય..

અમદાવાદ રેલવે ડિવિઝનના સિનીયર પીઆરઓ જીતેન્દ્રકુમાર જયંતે જણાવ્યું કે રેલવે દ્વારા 1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે. ત્યારે અમદાવાદ ડિવિઝન અને અમદાવાદ સ્ટેશનથી ઉપડતી અને આવતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયા છે. ત્યારે પ્રવાસીઓને વિનંતી છે કે યાત્રા શરૂ કર્યા પહેલા ટ્રેનનો સમય ચેક કરી લે.

અમદાવાદ સ્ટેશનથી ઉપડનાર ટ્રેનો

- ટ્રેન નંબર 09031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 10:55 કલાકને બદલે 10:50 કલાકનો રહેશે

- ટ્રેન નંબર 09221 અમદાવાદ-જમ્મુ તાવી સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશનથી ઉપડવાનો હાલનો સમય 11:10 કલાકને બદલે 11:05 કલાકનો રહેશે

- ટ્રેન નંબર 09222 જમ્મુ તાવી - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન- અમદાવાદ સ્ટેશન પર આવવાનો સમય 13:40 કલાકને બદલે13:45 કલાકનો રહેશે.

- ટ્રેન નંબર 09402 હિંમતનગર - અસારવા સ્પેશિયલ ટ્રેન- હિંમતનગરથી ઉપડવાનો હાલનો સમય 05:30 કલાકને બદલે 06:00 કલાકનો રહેશે.

- ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેન- અસારવા સ્ટેશનથી 19.00 કલાકને બદલે 19:10 કલાકે ઉપડશે

અમદાવાદ રેલવે ડિવિઝનના સિનીયર પીઆરઓ જીતેન્દ્રકુમાર જયંતે જણાવ્યું કે રેલવે દ્વારા 1 ઓક્ટોબરથી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યા છે


- ટ્રેન નંબર 09487 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ ટ્રેન- મહેસાણાથી 09:20 કલાકને બદલે 08:30 કલાકે ઉપડશે.

- ટ્રેન નંબર 09488 વિરમગામ -મહેસાણા સ્પેશિયલ ટ્રેન- વિરમગામથી 07:00 કલાકને બદલે 06:55 કલાકે ઉપડશે.

- ટ્રેન નંબર 09492 વિરમગામ -મહેસાણા સ્પેશિયલ ટ્રેન- વિરમગામથી 17:25 કલાકને બદલે 18:25 કલાકે પ્રસ્થાન કરશે.

આ પણ વાંચો - Gujarat Coronavirus updates: રાજ્યમાં કોરોનાના 158 એક્ટિવ કેસ, 24 કલાકમાં 4,24,219 વ્યક્તિઓનું રસીકરણ

- ટ્રેન નંબર 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ ટ્રેન- મહેસાણાથી 19:30 કલાકને બદલે 20:15 કલાકે પ્રસ્થાન કરશે.

ડિવિઝન પર સમય પહેલા પહોંચતી અને ઉપડતી ટ્રેનો

- ટ્રેન નંબર 09708 શ્રીગગાનગર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન- પાલનપુર સ્ટેશન પર હાલના સમય 18:10 કલાકે આગમન અને 18:15 કલાકે પ્રસ્થાનને બદલે 18:00 કલાકે આગમન અને 18:02 કલાકે પ્રસ્થાન રહેશે.

- ટ્રેન નંબર 09438 આબુરોડ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન- પાલનપુર સ્ટેશન પર હાલના સમય 06:21કલાકે આગમન અને 06:23 કલાકે પ્રસ્થાનને બદલે 06:11 કલાકે આગમન અને 06:13 કલાકે પ્રસ્થાન થશે.

- ટ્રેન નંબર 04819 ભગતકી કોઠી-સાબરમતી સ્પેશિયલ ટ્રેન- ભિલડી સ્ટેશન પર હાલના સમય 16:25 કલાકે આગમન અને 16:30 કલાકે પ્રસ્થાનને બદલે16:00 કલાકે આગમન અને 16:05 કલાકે પ્રસ્થાન થશે.

- ટ્રેન નંબર 04821 જોધપુર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન- પાલનપુર સ્ટેશન પર હાલના સમય 17:33 કલાકે આગમન અને 17:35 કલાકે પ્રસ્થાનને બદલે17:18 કલાકે આગમન 17:20 કલાકે પ્રસ્થાન થશે

- ટ્રેન નંબર 01089 જોધપુર-પૂણે સ્પેશિયલ ટ્રેન- પાલનપુર સ્ટેશન પર હાલના સમય 17:16 કલાકે આગમન અને 17:18 કલાકે પ્રસ્થાનને બદલે 17:01 કલાકે આગમન અને 17:03 કલાકે પ્રસ્થાન થશે.

આ સિવાય અન્ય ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે પેસેન્જરો દ્વારા www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર ટ્રેનનો સમય જાણી શકશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Railway, Ahmedabad railway Station, અમદાવાદ

આગામી સમાચાર