Home /News /gujarat /સિંધુભવન અને SG હાઈવે પર સ્ટંટબાજી કરતાં નબીરાઓની હવે ખેર નહીં, પોલીસે સ્પેશ્યલ ટીમની કરી રચના

સિંધુભવન અને SG હાઈવે પર સ્ટંટબાજી કરતાં નબીરાઓની હવે ખેર નહીં, પોલીસે સ્પેશ્યલ ટીમની કરી રચના

સિંધુભવન અને SG હાઈવે પર સ્ટંટબાજી કરતાં નબીરાઓની હવે ખેર નહીં

સિંધુભવન રોડ પર સ્ટંટબાજી અને અસામાજીક પ્રવૃત્તિઓનાં કિસ્સાા વધવાનાં કારણે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એક્શનમાં આવી છે. સ્ટંટબાજોને અને અન્ય અસામાજીક પ્રવૃતિઓને રોકવા માટે ઝોન 7 ડીસીપી દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં સ્ટાર બનવાની ઘેલજામાં તેમજ એક બીજા કરતા કંઇક અલગ કરવાની માનસિકતામાં કેટલાક યુવાનો સમાજમાં દુષણ ફેલાવતા જોવા મળે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
શહેરના સિંધુભવન રોડ (SBR) પર સ્ટંટબાજી (Sindhu bhavan Road Stunt ) કરતા પહેલા વિચાર કરજો કારણ કે હવે તમને સ્ટંટ બાજી કરવી ભારે પડી શકે છે. સિંધુભવન રોડ પર સ્ટંટબાજી અને અસામાજીક પ્રવૃત્તિઓનાં કિસ્સાા વધવાનાં કારણે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એક્શનમાં આવી છે. સ્ટંટબાજોને અને અન્ય અસામાજીક પ્રવૃતિઓને રોકવા માટે ઝોન 7 ડીસીપી દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં સ્ટાર બનવાની ઘેલજામાં તેમજ એક બીજા કરતા કંઇક અલગ કરવાની માનસિકતામાં કેટલાક યુવાનો સમાજમાં દુષણ ફેલાવતા જોવા મળે છે.

યુવાનો પોતાની જીંદગી જોખમમાં મુકે છે, પરંતુ સાથોસાથ અન્ય લોકો માટે પણ ખતરારૂપ સાબિત થાય છે. સમાજમાં બની બેઠેલા આ ખલનાયકોને અંકુશમાં લાવવા માટે ડીસીપી ઝોન 7 દ્વારાસ્પેશિયલ ટીમની રચના કરાઈ છે.

આ પણ વાંચો:  Anand: BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધિની એકાદશીએ શાકોત્સવની ઉજવણી કરાઈ



સિંધુભવન રોડ તેમજ પોષ વિસ્તારોમાં સ્ટંટ કરતા યુવાઓને કાયદાનો પાઠ ભણાવવો જરુરી હોવાથી પોલીસ હવે મેદાનમાં ઉતરી છે. સ્પેશિયલ ટીમમાં એક PI અને સાત પોલીસ કોન્સ્ટેબલ હાજર રહેશે. જે ટીમ સાંજના આઠ વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધી સિંધુભવન રોડ તેમજ એસજી હાઇવે પર તહેનાત રહેશે અને સ્ટંટ કરતા નબીરાઓને પકડી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:  Lili Parikramaમાં કપિરાજની પજવણી; ટીખળખોરોનો વીડિયો વાયરલ

અત્યાર સુધીમાં લગભગ 5 હજાર જેટલા વાહનોનું ચેકિંગ તેમજ 5 લાખ રૂપીયા જેટલો દંડ પણ પોલીસ દ્વારા વસુલ કરાયો. ઉપરાંત 200 જેટલા વાહનો પણ ડીટેઇન કરવામાં આવ્યા.
Published by:Rahul Vegda
First published:

Tags: Ahmedabad Crime New, Ahmedabad police

विज्ञापन
विज्ञापन