Drugs case: ડ્રગ્સના ચૂંગાલમાં ઉચ્ચ અભ્યાસ કરતી ઘણી યુવતીઓ, અમદાવાદ પોલીસે 48 યુવતીઓને નવજીવન આપ્યું
Drugs case: ડ્રગ્સના ચૂંગાલમાં ઉચ્ચ અભ્યાસ કરતી ઘણી યુવતીઓ, અમદાવાદ પોલીસે 48 યુવતીઓને નવજીવન આપ્યું
ડ્રગ્સની (Drugs case)લત યુવાધનને બરબાદીના પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના (Drugs in Ahmedabad) રવાડે ચડી જાય છે
Drugs in Ahmedabad - ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગ યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ, બી ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખા દેખીમાં ડ્રગ્સની લતે ચઢી ગયેલ છે
અમદાવાદ : ડ્રગ્સની (Drugs case)લત યુવાધનને બરબાદીના પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના (Drugs in Ahmedabad) રવાડે ચડી જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના (Drugs)રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે.
જુલાઈ 2020માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. ડ્રગ્સની આદતને સંતોષવા માટે તેની મજબૂરી અને તૈયારીઓ જોઈને પોલીસે આવી યુવતીઓને શોધી કાઢવાનું નક્કી કર્યું હતું અને તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં પોલીસે અત્યાર સુધીમાં 48 જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલ (Drug addiction)માંથી મુકત કરવામાં સફળતા મળી છે.
જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગ યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ, બી ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખા દેખીમાં ડ્રગ્સની લતે ચઢી ગયેલ છે. જોકે કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની આદત પૂરી કરવા માટે પોતાને હજારો રૂપિયાના પોકેટ મની મળી રહેતા હોવા છતાં તે ઓછા પડે છે. આમાંથી કેટલીક યુવતીઓ લગ્ન કરીને હાલ પોતાના સાંસારિક જીવન પણ સારી રીતે ગુજારી રહી છે.
હાલમાં પોલીસની પ્રાથમિકતા આ પ્રકારના ડ્રગ્સની બંધાણી બનેલ યુવતીઓને આદતમાંથી મુક્ત બનાવવાની રહેલી છે. જ્યારે પોલીસ લોકોને એક જ અપીલ કરી રહી છે કે જો કોઈ પણ યુવક કે યુવતી આ જાળમાં ફસાયેલ હોય અને પોતે બહાર આવવા માંગતા હોય તો વિના સંકોચે કોઈ પણ પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકે છે. પોલીસ તેઓને ચોક્કસથી મદદરૂપ બનશે.
દેશભરમાં md ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. દુબઈથી ડ્રગ મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી રોજ 30 કિલો md આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે..અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓ પરવેઝ ખાન અને મોહમ્મદ આરીફ ભુજવાલા દેશના યુવાનોને બરબાદ કરવામાં લાગ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર