અમદાવાદનો ગજબનો ભેજાબાજ, પોલીસથી બચવા ચાના થર્મોસમાં પાન-મસાલાનું વેચાણ


Updated: April 2, 2020, 6:20 PM IST
અમદાવાદનો ગજબનો ભેજાબાજ, પોલીસથી બચવા ચાના થર્મોસમાં પાન-મસાલાનું વેચાણ
થર્મોસમાંથી ગુટખાના પેકેટ નીકળ્યા.

પાન-મસાલા કે માવાના બંધાણી ગમે તે રીતે જુગાડ કરી લે! અમદાવાદમાં ચાના થર્મોસમાં પાન-મસાલા વેચતો યુવક ઝડપાયો.

  • Share this:
અમદાવાદ : રાજયભરમાં અનેક શહેરોમાં લૉકડાઉન (Lockdown)નું કડકાઇથી પાલન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પણ શહેરીજનોને કડક પણે જાહેરનામાનું પાલન કરાવી રહી છે. તેમ છતાં કેટલાક પાન-મસાલા (Pan Malasa and Gutkha) અને તમાકુના બંધાણીઓ અનેક તુક્કાઓ કે કારણ બતાવી લૉકડાઉનના નિયમનો બિન્દાસ ભંગ કરે છે. અનેક એવા કિસ્સાઓમાં પોલીસે કાયદેસર કાર્યવાહી પણ કરી છે. ત્યારે અમદાવાદ પોલીસે એક યુવક પાસેથી ચાના થર્મોસ (Tea Thermos)માં પાન-સમાલા લઈ જતો પકડી પાડ્યો છે.

લૉકડાઉન બાદ અત્યાર સુધી અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગ બદલ 79 કેસો નોંધ્યા છે અને એપેડમિક ડિસીઝ એક્ટના ભંગની 60 ફરિયાદો નોંધી 83 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : લૉકડાઉનમાં સુરતમાં મહાવતે હાથી સાથે હિજરત કરવાની મંજૂરી માંગી

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પાન-મસાલાના બંધાણીની અનોખી તરકીબ સામે આવી છે.  જેમાં પાન મસાલા ખરીદી કરી ચા રાખવાના સ્ટીલના થર્મોસમાં પાન મસાલો લઈ જતા એક શખ્સને પોલીસે પકડ્યો હતો. જૈમીન સિંગાપુરી નામના શખ્સની શંકાના આધારે પોલીસે તેની પાસે રહેલી ચાનું થર્મોસ તપાસતા ઉપરના ભાગમાં દૂધની કોથળી મૂકેલી હતી. જ્યારે નીચે ગુટખાના બે પેકેટ સંતાડી રાખ્યા હતા. લોકડાઉનના પગલે બિનજરૂરી બહાર નીકળી કોરોના વાયરસને પગલે તકેદારી નહીં રાખવા બદલ પોલીસે જાહેરનામાના ગુનો પણ નોંધાયો હતો. હાલ જૈમીન સિંગાપુરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયેલી મહિલાનું મોત, રિપોર્ટ બાકી

આ અંગે સામે આવેલા વીડિયોમાં જૈમીન પોલીસને કહી રહ્યો છે કે તે આ પાન મસાલા પોતાના માટે નહીં, પરંતુ તેના મિત્ર માટે લઈ જઈ રહ્યો છે. પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરતા પહેલા તેણે થર્મોસમાં માત્ર દૂધની કોથળી હોવાનું રટણ કરતો રહ્યો. પરંતુ પોલીસે તપાસ કરતા પાન મસાલાના પેકેટ મળી આવ્યા હતા.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading