અમદાવાદ: ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો હાલ પૈસા નથી બહાનું નહી ચાલે, પોલીસ હવે ડિઝિટલ પેમેન્ટ પણ વસૂલશે

ટ્રાફિક પોલીસ ડિઝિટલથી થઈ સજ્જ

હવે ટ્રાફિક પોલીસએ હવે ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી છે. જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ડિઝિટલ પેમેન્ટનું ચલણ વધી ગયું છે. હવે શાકભાજીની લારી પર પણ તમને ડિઝિટલના માધ્યમથી પેમેન્ટ કરવાની સુવિધા મળી જાય છે. ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ડિઝિટલ માધ્યમથી દંડ વસુલવા માટે સજ્જ બની ગઈ છે. એટલે હવે રોકડા નથી કે છૂટા પૈસા નથી તેવું બહાનું ચાલશે નહીં, દંડ તો વસુલાશે જ.

જો હવે તમે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પકડાયા અને રોકડા રૂપિયાના હોવાનું બહાનું બતાવ્યું તો ચેતી જજો, કારણ કે હવે ડિજિટલ યુગ સાથે ટ્રાફિક પોલીસ પણ હાઈ ટેક બની છે. હવે પોલીસ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ વસૂલવા માટે ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરશે.

ટેકનોલોજીના બદલાતા યુગ સાથે હવે સરકારી વિભાગ પણ હાઈ ટેક બની રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ હવે દંડ વસૂલવા માટે હાઇ ટેક બનવા જઈ રહી છે. હવે પોલીસ રોકડ રકમ ચૂકવવા ના માગતા વાહનચાલકો પાસેથી POS મશીનથી પણ દંડ વસુલશે. આ મશીન દ્વારા કાર્ડ પેમેન્ટ, upi, qr કોડ, bhim એપ વગેરે માધ્યમોથી પેમેન્ટ કરી શકાશે.

આ પણ વાંચોઅમદાવાદ : પરિણીતાએ પતિ અને જેઠાણીને એક પલંગ પર કઢંગી હાલતમાં રંગેહાથ પકડ્યા, પતિએ માર મારતા નોંધાઈ ફરિયાદ

હાલમાં POS મશીન માટે ટ્રાફિક પોલીસે એસ.બી.આઈ બેંક સાથે mou કર્યા છે. અને પ્રાથમિક તબક્કે ૩૦૦ મશીન ટ્રાફિક પોલીસને આપવામાં આવશે. જો કે આ મશીન માંથી દંડ વસૂલવા બદલ જે તે વાહન ચાલકને રસીદ પણ આપવામાં આવશે. એટલું જ નહિ જો કોઈ વાહનચાલક પોલીસ સાથે માથાકૂટમાં ઉતરશે તો તેનો ફોટો કે વિડીયો પણ આ મશીનથી ઉતારી શકાશે.

આ પણ વાંચો - અમદાવાદ : દર્દીની કરૂણ સુસાઈડ નોટ, 'મને મ્યુકોરમાયકોસિસ થયો છે, હું સ્વેચ્છાએ દેહ ત્યાગ કરૂ છુ, બધાને જય શ્રી કૃષ્ણ'

એટલે કે જોવા જઈએ તો હવે ટ્રાફિક પોલીસએ હવે ડિજિટલ પેમેન્ટની શરૂઆત કરી છે. જેનાથી ટ્રાફિક પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઓછું થશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના કાળમાં લોકોના વેપાર ધંધા પર મોટી અસર પડી છે, જેને પગલે રાજ્ય સરકારે સંવેદન શીલ નિર્ણય લઈ લોકો પાસે આરટીઓને લગતા કેટલાક દંડ પર દયાની નજર રાખવાની અપીલ કરી છે, જેને પગલે રાજ્યમાં ટ્રાફિક પોલીસ હાલમાં માસ્કને લઈ દંડ ઉગરાવી રહી છે, પરંતુ વાહન ચાલકોને અન્ય આરટીઓ નિયમ હેઠળના દંડમાં રહેમ નજર રાખતી જોવા મળી રહી છે.
Published by:kiran mehta
First published: