અમદાવાદ : AMCએ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરાવી, જ્યા સુધી નવો આદેશ ન આવે ત્યા સુધી બંધ રહેશે

અમદાવાદ : AMCએ પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરાવી, જ્યા સુધી નવો આદેશ ન આવે ત્યા સુધી બંધ રહેશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે એએમસી દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ અને સુરત સહિત ઘણા શહેરોમાં પણ પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાનો એસોસિએશને જાહેરાત કરી હતી. બીજી તરફ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરીને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ કરાવી રહી છે.

  અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે એએમસી દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એએમસીના મતે શનિવાર અને રવિવાર બાદ પણ પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રહી શકે છે.  આ પણ વાંચો - સુરત : મૃત્યુઆંક વધતા સ્મશાનો ઉભરાયા, અંતિમક્રિયા માટે 1500થી 2000 રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ

  કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે હવે ગાંધીનગર (Gandhinagar Municipal Elections) મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજુઆત મુખ્યમંત્રી અને કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published:April 10, 2021, 19:22 pm

  ટૉપ ન્યૂઝ