Home /News /gujarat /

અમદાવાદ : ફ્લાઈટમાં આવી ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી આચરતા, મેવાતી ગેંગની ધરપકડ

અમદાવાદ : ફ્લાઈટમાં આવી ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી આચરતા, મેવાતી ગેંગની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ

અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) ને બાતમી મળી હતી કે, બે ઈસમો ઘણા બધા એટીએમ કાર્ડ (ATM Card) લઈ રીલીફ રોડ ઉપર આસપાસના એટીએમ માંથી ગેરકાયદેસર રીતે નાણા ઉપાડીને બેંક સાથે છેતરપિંડી કરી રહ્યા

અમદાવાદ : અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમ મશીનમાં ચેડા કરી રૂપિયા મેળવીને છેતરપિંડી આચરતા મેવાતી ગેંગ ના બે આરોપીઓની અમદાવાદ સાઈબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ ને બાતમી મળી હતી કે, બે ઈસમો ઘણા બધા એટીએમ કાર્ડ લઈ રીલીફ રોડ ઉપર આસપાસના એટીએમ માંથી ગેરકાયદેસર રીતે નાણા ઉપાડીને બેંક સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જે બાતમીના આધારે સાઈબર ક્રાઇમની ટીમે કાલુપુર રેલીફ રોડ પરથી આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી રાહુલ ખાન અને મોહમદ આખીલ ઇલિયાસ નામના આરોપીની ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ મૂળ મેવાત હરિયાણાના હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ આરોપી ઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ બંને ઈસમો લાલ દરવાજા સેન્ટ્રલ બેન્કના એટીએમમાં ગયા હતા જ્યાં તેમની પાસે રહેલ એટીએમ કાર્ડ થી કુલ 14 ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને ₹1,40,000 ઉપાડ્યા હતા. રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ કર્યા બાદ આરોપીઓ જ્યારે પણ મશીનમાંથી નાણા બહાર આવે ત્યારે અડધા નાણા મશીનની અંદર રહે તે રીતે પકડીને ઉભા રહેતા. જ્યારે મશીન નો ટાઈમ આઉટ થઈ જાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા જેના કારણે બેંકમાં કોઈ એન્ટ્રી થાય નહીં અને આ બાબતે બેંકમાં કમ્પ્લેન કરીએ તો સાત દિવસમાં ફરીથી આ નાણાં એકાઉન્ટમાં રિફંડ થઈ જાય.

આ પણ વાંચોઈન્દોરમાં કાંવડ યાત્રીઓ પર જીવલેણ હુમલાનો VIDEO, અડધો ડઝન યાત્રીકો ઘાયલ

આરોપી પાસેથી પોલીસે અલગ અલગ બેંકના કુલ 39 ડેબિટ કાર્ડ , એટીએમ ખોલવાની ચાવી નંગ ત્રણ અને ફ્લાઇટની ટિકિટ પણ કબજે કરી છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી ઓ આ ડેબિટ કાર્ડ તેમના સગા સબંધી ઓ પાસે થી લાવતા હતા.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad cyber crime, CYBER CRIME, સાયબર ક્રાઇમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन