Home /News /gujarat /Ahmedabad Metro Rules: અમદાવાદ મેટ્રોમાં પિચકારી મારશો કે નુકસાન પહોંચાડશો તો થઇ શકે છે મસમોટો દંડ અને કેદ, જાણો નવા નિયમો

Ahmedabad Metro Rules: અમદાવાદ મેટ્રોમાં પિચકારી મારશો કે નુકસાન પહોંચાડશો તો થઇ શકે છે મસમોટો દંડ અને કેદ, જાણો નવા નિયમો

Ahmedabad News: જો મેટ્રોમાં કોઇની પણ તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહે છે.

Ahmedabad News: જો મેટ્રોમાં કોઇની પણ તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં મેટ્રો શરૂ થયાને એક મહિનો પૂરો થયો છે. આ દરમિયાન લાખો લોકોએ દિવાળીની રજામાં મેટ્રોની મુસાફરીની મઝા પણ માણી છે અને રોજબરોજનાં ટ્રાન્સ્પોર્ટેશન તરીકે પણ અપનાવ્યું છે. ત્યારે મેટ્રોમાં જો કોઇપણ વ્યક્તિ કચરો કરશે કે તેની અંદર બહાર નુકસાન પહોંચાડશે તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થશે. આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા વિવિધ વિસ્તારની છ હોસ્પિટલ સાથે એમઓયુ પણ કર્યા છે. જેથી જો મેટ્રોમાં કોઇની પણ તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહે છે.

મેટ્રોમાં તબિયત બગડે તો


મેટ્રોમાં મુસાફરોની સારવાર મળી રહે તે માટે પ્રથમ તબક્કામાં જુદાજુદા વિસ્તારની છ હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. હજુ આગામી સમયમાં નવી 10 અન્ય હોસ્પિટલો સાથે પણ એમઓયુ કરીને કરાર કરવામાં આવશે.

આ પણ વાંચો: લલિત વસોયાએ ભાજપ પ્રેમ પર કરવી પડી સ્પષ્ટતા

મેટ્રો સ્ટેશન પરથી કોઈ અધિકારી કે મુસાફરોનો 108 પર કોલ આવશે તો નજીકના લોકેશનમાં જે એમ્બ્યુલન્સ હશે તે મોકલવામાં આવશે. પરંતુ કોઈ મેટ્રો સ્ટેશન પર સ્ટેન્ડબાય રહેશે નહીં.

આ પણ વાંચો : રણોત્સવ માટે ક્યાંથી ટેક્સી મળે, શું ભાડું

મેટ્રોમાં થૂંકશો તો


મેટ્રોનાં કોચની અંદર જો કચરો ફેંકતા, થૂંકતા અથવા ફર્નિચરને નુકસાન પહોંચાડતા અથવા સેફ્ટી બટન સાથે હલચલ કરતા પકડાશે તો 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે તેને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકાય છે.જીએમઆરસીએ બંને કોરિડોર પર આવા મુસાફરો પર કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટુકડીઓની રચના કરી છે. મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટ 2002માં રેલ સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ 200 રૂપિયાના ભારે દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે.
ગુનાનો પ્રકાર  સજાની જોગવાઈ
સંદેશા વ્યવહારના સાધનોનો દુરુપયોગ,કારણ વગર બેલ- એલાર્મ વગાડતા લોકોને1 વર્ષની જેલની સજા
મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર6 મહિનાની જેલ થશે
દુર્ભાવનાપૂર્ણ રીતે તોડફોડથી કોઇ વ્યક્તિનુંમૃત્યુદંડ અથવા આજીવન
મૃત્યુ અથવા શારીરિક ઈજા પહોંચાડવાથીકેદની સજા થઈ શકે છે
દારૂના નશામાં, અભદ્ર વર્તન અથવા અન્યરૂ.200 દંડ, પાસ જપ્ત કરવા અને
મુસાફરોના આરામમાં દખલ કરવા પરટ્રેનમાંથી હટાવવા સુધીની કાર્યવાહી
ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ ટ્રેનમાં લઈ જતા પકડાશે તો4 વર્ષ સુધીની જેલ અને 5,000 રૂપિયાનો દંડ
કોચમાં અથવા પરિસરમાં પોસ્ટર ચોંટાડવા, લખવા અથવા કંઈપણ દોરવા પરછ મહિના સુધીની જેલ અને 500 રૂપિયાનો દંડ
મેટ્રોમાં મુસાફરી કરતી વ્યક્તિઓને નુકસાનદસ વર્ષ સુધીની સખત
First published:

Tags: Ahmedabad Metro, અમદાવાદ, ગુજરાત