અમદાવાદ : લીવ ઇનમાં રહેતી પત્નીએ મેસેજનો જવાબ ન આપતા પતિએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ


Updated: June 17, 2020, 4:15 PM IST
અમદાવાદ : લીવ ઇનમાં રહેતી પત્નીએ મેસેજનો જવાબ ન આપતા પતિએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ
લિવ ઇનમાં રહેતી પત્ની સાથે ફાયરિંગ.

વર્ષા સ્વરૂપવાન હોવાથી આશિષે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લિવ ઇનમાં રહેતો હતો.

  • Share this:
અમદાવાદ : પતિ-પત્ની (Husband Wife Fight)ના ઝઘડામાં અનેક કિસ્સા જોવા મળતા હોય છે પરંતુ શહેરના મણિનગર (Maninagar)માં એક ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ સાસુ અને લિવ-ઇનમાં રહેતી પત્ની વર્ષાના ઝઘડાના ત્રાસથી કંટાળીને રોડ પર જ ફાયરિંગ કરી દીધું. પત્નીનો જન્મ દિવસ (Birthday) હતો અને પતિએ કરેલા મેસેજનો જવાબ ન આપતા પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા સવારે તે સાસરીમાં પહોંચી ગયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ (Two Round Firing Maninagar) કર્યું હતું. નામચીન આરોપી આશિષ દેસાઈ દારૂ, યુવતી અને હથિયારનો પણ શોખીન હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં આશિષની સાસુને ગોળી હાથે ઘસાઈને નીકળી જતા સામાન્ય ઈજાઓ થઈ હતી.

મણિનગરમાં રહેતી વર્ષા સોનીનો ગઈકાલે જન્મ દિવસ હતો. જન્મદિવસે લિવ-ઇનમાં રહેતા પતિ આશિષ દેસાઈએ મેસેજ કર્યાં હતા પરંતુ વર્ષાએ આ મેસેજના જવાબ ન આપતા આશિષ આવેશમાં આવી ગયો હતો. આશિષ સવારમાં નશામાં ધૂત થઈને સાસરે પહોંચીને સાસુ અને પત્નીને મારી નાખવાનું નક્કી કર્યું હતું. ત્યાં પહોંચીને બે રાઉન્ડ ફાયરિંગ કરતા તેની સાસુને હાથ પર ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી. વર્ષા આશિષની બીજી પત્ની છે અને બંને લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. વર્ષા સ્વરૂપવાન હોવાથી આશિષે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે લિવ ઇનમાં રહેતો હતો.

આ પણ વાંચો :  ગાંધીનગર : સરકારના મંત્રીએ જ તોડ્યો નિયમ, કેબિનેટ બેઠકમાં સહકાર પ્રધાન માસ્ક વગર પહોંચ્યા

આરોપી આશિષ દેસાઈ મૂળ બિલ્ડિંગ મટિરીયલના ધંધા સાથે સંકળાયેલો હતો. ઘણા સમય પહેલા પ્રહલાદનગર સુરધારા બંગલોમાં રહેતો હતો. જોકે, દેવું વધી જતાં તેણે બંગલો અને ઓડી કાર વેચીને મુંબઈમાં બાર શરૂ કર્યો હતો. બાદમાં મકાન ભાડે રાખીને મણિનગરમાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન વર્ષ 2014માં તેણે વર્ષાને પ્રેમમાં ફસાવી હતી અને તેની સાથે લિવ ઇનમાં રહેવા લાગ્યો હતો. આશિષ અને વર્ષાને સંતાનમાં બે બાળક પણ છે.

આરોપી.


આ પણ વાંચો :  અમદાવાદ : અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો હોસ્ટેલ પાસે ઝાડ પર લટકીને આપઘાત 

પ્રથમ લગ્ન બાદ આશિષે તેની પત્નીને બે વર્ષમાં છૂટાછેડા આપી દીધા હતા. પ્રથમ પત્નીને તેણે એક કરોડ આપ્યા હતા. પહેલી પત્નીથી પણ તેને બે બાળકો હતા. હાલ આશિષ જે યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે તે તેનાથી 10 વર્ષ નાની છે. આશિષ દેસાઈ પર ભૂતકાળમાં અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

પોલીસનું કહેવું છે કે શરૂઆતથી જ આશિષ અને વર્ષા વચ્ચે ખટરાગ ચાલતો હતો. ગઇરાત્રે પત્નીએ ફોન ન ઉપાડતા અને મેસેજના જવાબ ન આપતા આશિષ દેસાઈએ વહેલી સવારે સાસરીમાં પહોંચીને પત્ની અને સાસુ પર ફાયરિંગ કર્યું હતું. છેલ્લા 25 દિવસથી બંને વચ્ચે ઝઘડા ચાલતા હતા અને વર્ષા પિયરમાં રહેતી હતી. સૂત્રોનું માનીએ તો આશિષ નશામાં ધૂત હતો. પોલીસ હાલ એ તપાસ કરવામાં લાગી છે કે આશિષ પાસે હથિયાર છે તે પરવાના વાળું છે કે નહીં. જો પરવાનો છે તો રીન્યૂ કર્યો છે કે નહીં. હાલ મણિનગર પોલીસે આ મામલે આશિષની અટકાયત કરી છે.

આ પણ વાંચો : ચીનના સૈનિકો સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોના નામ સામે આવ્યા, દેશને તમારા પર ગર્વ
First published: June 17, 2020, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading