અમદાવાદ : ગઠિયાએ નોકરી આપવાની લાલચે સિનિયર સિટીઝનના 8 લાખ રૂપિયા પડાવી લીધા

અમદાવાદ : ગઠિયાએ નોકરી આપવાની લાલચે સિનિયર સિટીઝનના 8 લાખ રૂપિયા પડાવી લીધા
પ્રતિકાત્મક તસવીર

નોકરી વાંચ્છુકો માટે અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો, જો લાલચમાં આવી જઈને પૈસા ભર્યા તો છેતરાયા સમજો.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉનમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime in Lockdown) કરતા ગઠિયાઓ (Cheater) એ નવી નવી મૉડસ ઓપરેન્ડી (Modus Operandi)થી લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે. જેમાં પેટીએમ કેવાયસી (Paytm KYC) કરવાના બહાને પણ અનેક લોકો સાથે છેતરપિંડી (Cheating)ના બનાવ બન્યા છે. ઈસનપુરમાં રહેતા એક સિનિયર સિટીઝનને પહેલા નોકરી આપવાના બહાને પૈસા પડાવ્યા બાદમાં પેટીએેમ કેવાયસી કરવાના બહાને પૈસા પડાવ્યા છે.

ઈસનપુરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ભરતભાઈ વ્યાસને ગત ડિસેમ્બરમાં વોટ્સએપમાં crowerly maritime shipping companyમાં નોકરીની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. જેથી તેમને ગૂગલ પરથી આ કંપની નું ઇ-મેઈલ એડ્રેસ લઈને તેમના અને તેમના પુત્ર માટે નોકરીની અરજી કરી હતી. જેથી તેમને આ મેઈલ આઈડી પર નોકરી મેળવવા માટે જરૂરી પ્રોસેસ કરીને પ્રોસેસ ફી સહિતના ચાર્જ ચૂકવવા માટે કહ્યું હતું. આમ ફરિયાદી પાસે આ રીતે કુલ 1 લાખ 11 હજાર પડાવી લીધા હતા.આ પણ વાંચો : SVPમાંથી ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ, કોવિડ-19 દર્દીઓ માટે વપરાતી સામગ્રીની કરતી હતી ચોરી

ત્યારબાદ 19મી મેના દિવસે તેમને પેટીએમ કેવાયસી કરવા માટે મેસેજ આવ્યો હતો. જેથી ફરિયાદીએ મેસેજમાં આપેલ હેલ્પલાઈન પર ફોન કરતા ગઠિયાએ ટીમ વ્યૂઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અલગ અલગ ટ્રાન્ઝેકશન કરવીને પૈસા પડાવ્યા હતા. આમ ફરિયાદી સાથે અલગ અલગ બે મૉડસ ઑપરેન્ડીથી રૂપિયા 8 લાખ 31 હજારની છેતરપિંડી થતાં તેમને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો : 14મી જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ
Published by:News18 Gujarati
First published:June 11, 2020, 09:38 am

ટૉપ ન્યૂઝ