અમદાવાદના (Ahmedabad) વિરમગામમાંથી (ViramGam) મળી આવેલ બિનવારસી લાશ મામલે મોટો (Unidentified Dead Body) ખુલાસો સામે આવ્યો છે..મરનારની હત્યા કરી લાશ ને ફેંકી દેવામાં આવીહતી અને હત્યા પાછળ જૂનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. મરનારની પત્નીની સહેલી સાથે મરનારનું પ્રેમ પ્રકરણ હતું અને તેને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે આરોપીએ ઉજ્જૈન જઈ અઘોરીને પણ મળી આવ્યો હતો. પોલીસ ગિરફતમાં આવેલા આરોપીઓએ ભેગા મળી રાજુ હાડા નામના એક વ્યક્તિની હત્યા કરી લાશને વિરમગામમાં ફેંકી દીધી હતી.
જોકે પેહલાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરેલ પરંતુ શંકા જતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને તપાસ સોંપવા માં આવી હતી. LCBની તપાસમાં સામે આવ્યું કે આરોપી શેલા ભરવાડ પહેલાં રિક્ષા ચલાવતો હતો અને છેલ્લા 7 વર્ષથી ભુવાજી નું કામ કરે છે.આરોપીની પત્ની અને મરનાર વચ્ચે 20 વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણ હતું અને જે વાતની અદાવત રાખી આરોપીએ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : મોઢવાવાડિયાનો સણસણતો આક્ષેપ,'સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડા છૂપાવે છે, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે'
ઘટના કંઈ એમ છે કે રાજુ અને શેલાની પત્ની વચ્ચે પહેલા પ્રેમ હતો અને ત્યાર બાદ શેલાની પત્નીએ જ પોતાની સહેલી સાથે રાજુ ના લગ્ન કરાવી દીધા હતા. અને મરનાર કરિયાણાનીની દુકાન ચલાવતો હતો.મરનારની સાસરી અને આરોપીનું ઘર અંકલાવના ભેટાસી ગામમાં હતું અને ગત 29-10-20 ના રોજ મરનાર પોતાના સસરાની ખબર કાઢવા માટે ગયો હતો, ત્યાર બાદ તે પરત ઘરે આવ્યો નહોતો અને જેની જાણવા જોગ પણ રાજુની સાસુએ નોંધવી હતી
પોલીસ નું કહેવું છે કે 29 ઑક્ટોબરના રોજ જ્યારે મરનાર ખબર કાઢવા ગયો હતો ત્યારે ઑક્ટોબરના રોજ આરોપી શેલા ભરવાડે રાજુ ઉપર પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ પણ કરેલ પરંતુ રાજુનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો : રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો, માલની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ
ત્યાર બાદ શેલા એ પોતાના સાળા દોલાને નજર રાખવા કહ્યું હતું.1 novના રોજ રાજુ ભાઈ પોતાના વતન માં જવા નીકળ્યા હતા ત્યારે આરોપીઓ તેનો પીછો કરી વટામણ-ધોલેરા રોડ પર સુમસામ જગ્યાએ રાજુ ભાઈને માર મારી બાઈક મૂકી લાશને વિરમગામ માં ફેંકી દીધેલ.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શેલા છેલ્લા 7 વર્ષ થી ભૂવાનું કામ કરે છે અને તેની પત્નીનું પ્રેમ પ્રકરણ છે તે ઉજ્જૈન ના એક અઘોરી એ કહ્યું હતું.નોંધનીય છે કે હાલમાં આ મામલે LCBએ ફૂલ 6 આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે અને અન્ય મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે..