Home /News /gujarat /

અમદાવાદ : 80 દિવસથી બંધ કાલુપુર શાકમાર્કેટમાં આજથી રોનક આવી, ગ્રાહકોએ આ નિયમો પાળવા પડશે

અમદાવાદ : 80 દિવસથી બંધ કાલુપુર શાકમાર્કેટમાં આજથી રોનક આવી, ગ્રાહકોએ આ નિયમો પાળવા પડશે

ગ્રાહકોની તપાસ બાદ પ્રવેશ અપાય છે.

માર્કેટમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવા માટે અલગ અલગ ગેટ, ટોકન લીધા બાદ જ પ્રવેશ અપાશે.

અમદાવાદ : 80 દિવસ બાદ કાલુપુર શાકમાર્કેટ (Kalupur Vegetable Market) આજથી શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસંધાને લોકો આજે કાલુપુર માર્કેટમાં ખરીદી કરવા આવ્યા હતા. સવારે 5:00 વાગ્યે માર્કેટ ખુલતા માર્કેટમાં ખેડૂતો (Farmers) પોતાનો માલ વેચવા આવે છે અને ત્યારબાદ હોલસેલમાં અમદાવાદ શહેરમાં વસતા ફેરિયાઓ શાકભાજી (Vegetable Vendors) ખરીદવા આવે છે. અનલૉક 1માં આજે માર્કેટ ખુલતા વેપારી એસોસિએશન દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ માર્કેટમાં શાકભાજીનું વેચાણ આજથી શુરૂ થયું છે.

આ માટે કાલુપુર માર્કેટમાં ખાસ નિયમો પણ બનાવાવમાં આવ્યા છે. અહીં માર્કેટમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવામાં આવ્યા છે. આવનાર વ્યક્તિના સ્ક્રિનિંગ બાદ તેમને ટોકન આપવામાં આવે છે. આ અંગે કાલુપુર એસોસિયેશનના પ્રમુખ જાવેદ શેખનું કહેવું છે કે, દુકાન દીઠ બે ટોકન આપવામાં આવ્યા છે, એટલે કે 400 દુકાનના 800 ટોકન છે. આ ટોકન દ્વારા વ્યક્તિને અંદર જવા દેવામાં આવે છે, આ ટોકન સાથે તેને અડધા કલાકનો સમય આપવામાં આવે છે.



આ પણ વાંચો : કોરોનાનો કહેર : રાજસ્થાને ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરી દીધી, પાસ વગર પ્રવેશ નહીં

80 દિવસથી અમદાવાદમાં શાકની કાળાબજારી

80 દિવસમાં એક રિપોર્ટ પણ નજર નાખીએ તો છેલ્લા 80 દિવસથી અમદાવાદમાં શાકના ભાવ 4 ગણા વસૂલાતા હતા. હોલસેલ માર્કેટમાં ગવારનો ભાવ 10 રૂપિયે કિલો હોય તો માર્કેટ તે 40 રૂપિયે કિલો વેચાતો હતો. કાલુપુર માર્કેટ બંધ હોવાથી અમદાવાદમાં પૂર્વ વિસ્તારના ફેરિયાઓને શાકભાજી લેવા માટે છેક જેતલપુર જવું પડતું હતું. આ કારણે આવવા-જવાનો ખર્ચ અને ગાડી ભાડુંની વસૂલાત અપ્રત્યક્ષ રીતે ગ્રાહકો પાસેથી કરતા હતી. આ વાત ખૂદ વેપારીઓએ કબૂલી છે. આ અંગે વેપારી મનન પરિયાનીનું કહેવું છે કે, અમદાવાદમાં લૉકડાઉન દરમિયાન શાક ચાર ગણા ભાવે વેચાતું હતું.

અહીં એક વાત જરૂરથી કહીશું કે, કોરોના વાયરસને લઈને સાવધાની રાખવી જરૂરી છે. નજર હટી તો ઘટના ઘટી જેવા માહોલ વચ્ચે રાજ્ય સરકારે છૂટછાટ આપી છે તેનાથી હરખાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે છૂટ સરકારે આપી છે કોરોનાએ નહીં!

આ પણ વાંચો : કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી આલ્કોહોલ રહિત દેશી પદ્ધતિના ઉપયોગના નિર્ણયને તબીબોએ વખાણ્યો
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, Vegetable, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन