Home /News /gujarat /ગુજરાત ચૂંટણી 2022: ભાજપે રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવ્યો, કાયદાનું શાસન સ્થાપિત કર્યું: અમિત શાહ

ગુજરાત ચૂંટણી 2022: ભાજપે રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવ્યો, કાયદાનું શાસન સ્થાપિત કર્યું: અમિત શાહ

ભાજપે રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવ્યો, કાયદાનું શાસન સ્થાપિત કર્યું- અમિત શાહ

ગુજરાત ચૂંટણી 2022: વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસની ટીકા કરતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતમાં તેના 27 વર્ષના શાસન દરમિયાન "તુષ્ટિકરણની રાજનીતિ"નો અંત લાવ્યો છે અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. શાહે આરોપ લગાવ્યો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને કોંગ્રેસ ભાજપ અને તેના કાર્યકર્તાઓની મજાક ઉડાવતી હતી. તેમણે રાહુલ ગાંધીને મંદિરની મુલાકાત લેવા પણ કહ્યું હતું.

વધુ જુઓ ...
  અમદાવાદ: વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસની ટીકા કરતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતમાં તેના 27 વર્ષના શાસન દરમિયાન "તુષ્ટિકરણની રાજનીતિ" સમાપ્ત કરી છે અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. શાહે આરોપ લગાવ્યો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને કોંગ્રેસ ભાજપ અને તેના કાર્યકર્તાઓની મજાક ઉડાવતી હતી. તેમણે રાહુલ ગાંધીને મંદિરની મુલાકાત લેવા પણ કહ્યું હતું. શાહના મતે અયોધ્યામાં રામ મંદિર જાન્યુઆરી 2024માં ઉદ્ઘાટન માટે તૈયાર થઈ જશે. કેન્દ્રીય મંત્રી અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા.

  શાહ અને પટેલે રેલી બાદ સોલા વિસ્તાર સુધી રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે પટેલે આગામી મહિને યોજાનારી ચૂંટણી માટે તેમના ઉમેદવારી પત્રો અધિકારીઓને સોંપ્યા હતા. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં સતત સાતમી મુદતની સત્તા પર નજર રાખી રહ્યું છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિકોણીય હરીફાઈ થઈ રહી છે.

   આ પણ વાંચો:  સીએમ પટેલે ફોર્મ ભરતા પહેલા અમિત શાહ સાથે કર્યો દમદાર 'રોડ શો,' 'રબારી' પાઘડીમાં થયા સજ્જ

  શાહે કહ્યું કે, “ગુજરાતના લોકોએ એવા દિવસો પણ જોયા છે, ખાસ કરીને 1985 અને 1995 (બિન-ભાજપ સરકાર હેઠળ), જ્યારે કોમી રમખાણો સામાન્ય હતા. વર્ષમાં ઓછામાં ઓછા 250 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જ્યારે પણ સંબંધીઓ ઘરની બહાર જતા હતા, ત્યારે મહિલાઓ તેમના માટે પ્રાર્થના કરતી હતી. શાહે કહ્યું કે, ભાજપ સરકારોએ આ સ્થિતિમાં સુધારો કર્યો છે, જેના કારણે કોઈ ખલેલ પહોંચાડવાની હિંમત કરતું નથી.

  ગાંધીનગરના સાંસદ શાહે કહ્યું કે, “બધા લતીફ અને ઇજ્જુ શેખ (ગુજરાતના બે ગુનેગાર) પહેલાથી જ સમાપ્ત થઈ ગયા હતા. આજે 20 વર્ષના યુવાનોને એ પણ ખબર નથી કે કર્ફ્યુ શું હોય છે. અમે તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવીને ગુજરાતમાં કાયદાનું શાસન સ્થાપ્યું છે. ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. 2017ની ચૂંટણીમાં પટેલ ઘાટલોડિયામાંથી 1.17 લાખ મતોના જંગી માર્જિનથી ચૂંટાયા હતા.

  શાહે કહ્યું કે, કોંગ્રેસ રામ મંદિરના નિર્માણને સમર્થન આપવા બદલ ભાજપ અને તેના કાર્યકર્તાઓની મજાક ઉડાવતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પાર્ટીએ મંદિરના નિર્માણમાં વિલંબ કરવા માટે કાયદાકીય અડચણો ઊભી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 'પહેલા કોંગ્રેસ અમને ટોણા મારતી હતી કે, મંદિર ક્યારે બનશે. હવે મંદિર જાન્યુઆરી 2024 માં ઉદ્ઘાટન માટે તૈયાર થઈ રહ્યું છે, તેથી રાહુલ બાબા મંદિરની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ 550 વર્ષ જૂના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલ્યો છે.

  આ પણ વાંચો:  ગુજરાત ચૂંટણી: ભાજપે જાહેર કરી ઉમેદવારોની વધુ એક યાદી, હજી માંજલપુર બેઠકનું કોકડું ગુંચવાયેલું

  શાહે કલમ 370 (જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો) નાબૂદ કરવા અને ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવા માટે વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. તેમણે પટેલને ગુજરાતના "ભવિષ્યના મુખ્યમંત્રી" ગણાવ્યા અને મતદારોને તેમને મોટા માર્જિનથી વિજયી બનાવવા વિનંતી કરી હતી.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Amit Shah Gujarat Visit, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन