Home /News /gujarat /

અમદાવાદ : ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવુ, આવી હશે ખાસિયતો

અમદાવાદ : ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ થશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવુ, આવી હશે ખાસિયતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi)આ ડ્રીમ પ્રોજેક્ટ છે. 57 એકર જમીનમાં આશ્રમનું રિડેવલપમેન્ટ (Gandhi Ashram Redevelopment)થઇ રહ્યું છે

Ahmedabad Gandhi Ashram - કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદની (Ahmedabad)વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના (Gandhi Ashram)ડેવલપમેન્ટ માટે 1246 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આગામી દિવસોમાં સહેલાણીઓ માટે થશે અદ્યતન સુવિધાઓથી સજ્જ

અમદાવાદ : કેન્દ્ર સરકાર (Central Government)દ્વારા અમદાવાદની (Ahmedabad)વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના (Gandhi Ashram)ડેવલપમેન્ટ માટે 1246 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના આદર્શો અને ગરીમાના તત્વોને જાળવી રાખી સમગ્ર વિસ્તારને આધુનિક લૂક આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi)આ ડ્રીમ પ્રોજેક્ટ છે. 57 એકર જમીનમાં આશ્રમનું રિડેવલપમેન્ટ (Gandhi Ashram Redevelopment)થઇ રહ્યું છે. અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમના (Ahmedabad Sabarmati Ashram)રિડેલપમેન્ટ પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જે પૈકી મોટાભાગનો ખર્ચ પરિવારોના વિસ્થાપિતો માટે કરવામાં આવ્યો છે.

આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ આશ્રમ વાસી અને ઇમામ મંઝિલના સંચાલક ધીમંત બઢિયા સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે-સાબરમતી આશ્રમની આસપાસ 275 જેટલા પરિવારો રહેતા હતા જે પૈકી 170 પરિવારોએ અન્ય વિકલ્પ સ્વીકાર્યા છે. આ પરિવારોના મકાન કે જે વર્ષોથી ટ્રસ્ટના ભાડે ચાલતા હતા તેમને રોકડ રકમના ચેક અથવા જ્યાં મકાન કે ફ્લેટ ખરીદે તેની રકમ ચૂકવવામાં આવી છે. આ વિસ્તારમાં જે મકાન ખાલી થયાં છે ત્યાં હોટલ આશ્રય પાસે ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આશ્રમ પાસે આવેલી ગૌશાળા અને અન્ય જગ્યાએ ખેતરો છે ત્યાં રાણીપ બ્રીજ પાસે નવું બાંધકામ શરૂ કરાશે. આ કામગીરી પાછળ 225 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મહત્વની બાબત એવી છે કે આશ્રમ પાસે 1947 પહેલાની જે ઇમારતો છે તેને યથાવત રાખી હેરીટેજ રિસ્ટોરેશન કરાશે.

આ પણ વાંચો - 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ પ્રમુખોને સંબોધન કરશે

સાબરમતી આશ્રમ ટ્રસ્ટની પાંચ ઓફિસો છે તેને પણ શિફ્ટ કરવામાં આવી રહી છે. આ ઓફિસોમાં હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ મંડળ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ, સ્કૂલ, પીટીસી સ્કૂલ અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. આશ્રમને ડેવલપ કરવા માટે બિમલ પટેલને કામગીરી સોંપવામાં આવી છે કે જેમણે દિલ્હીના પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇન બનાવી છે.

સૂત્રો કહે છે કે ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીની સલાહ સૂચન પ્રમાણે વિકાસ કાર્યો કરવામાં આવશે. આ કાર્યોમાં ફાઇવસ્ટાર હોટલ નહીં બને કે જેથી ગાંધીજીના વિચારોને હાનિ પહોંચી શકે. વિશ્વસ્તરના પ્રવાસીઓને આકર્ષવા માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ

- આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડક્લાસ બનાવાશે.
- 1200 કરોડનો ખર્ચ, 5 મ્યુઝિયમ-1 અદ્યતન લાયબ્રેરી.
- આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ.
- આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન.
- સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે.
- આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે.
- હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે.
- ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે.
- હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે.
- હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી

અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના 17મી જૂન 1917માં શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મહાત્મા ગાંધીજીએ કરી હતી. જ્યારે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ 10મી મે 1963માં બનાવવામાં આવ્યું હતું. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે તેમણે આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. આશ્રમમાં ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરી, કે જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતા ભવ્ય કદના આઠ પેઈન્ટિંગ્સ અને 250 કરતાં પણ વધારે તસવીરો સામેલ છે. આ આશ્રમમાં વર્ષે સાત લાખ મુલાકાતી આવે છે જે આંકડો રિડેવલપમેન્ટ પછી 50 થી 70 લાખ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રમમાં ગાંધીજી 1917 થી 1930 સુધી રહ્યાં હતા. ગાંધીઆશ્રમના મૂળ સ્થાપિત ચાર્લ્સ કોરિયા હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Gandhi Ashram, Sabarmati Ashram, અમદાવાદ

આગામી સમાચાર