Home /News /gujarat /અમદાવાદ : પત્ની સાથે થયો અણબનાવ, સાળા અને કાકા સસરાના ત્રાસથી પતિનો આપઘાત

અમદાવાદ : પત્ની સાથે થયો અણબનાવ, સાળા અને કાકા સસરાના ત્રાસથી પતિનો આપઘાત

સરખેજ આપઘાત કેસ

Ahmedabad Suicide : સરખેજ વિસ્તારમાં રહેતા એક આધેડ વ્યક્તિએ સાળા અને કાકા સસરાના ત્રાસથી આપઘાત (Suicide) કર્યો, સરખેજ પોલીસે (Sarkhej Police) સુસાઈડ નોટ (Suicide Note) ના આધારે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ : પત્ની સાથે અણબનાવ થતાં સાળા અને કાકા સસરાના ત્રાસથી સરખેજમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. જો કે મૃતક વ્યક્તિ એ આત્મહત્યા કરતા પહેલા બનાવેલ વિડિયો અને સ્યુસાઈડ નોટ (Suicide Note) ના આધારે સરખેજ પોલીસે (Sarkhej Police) બે લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

સરખેજ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જાદવ નામના વ્યક્તિએ 18 મી મેના દિવસે ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે ભાઈના મૃત્યુ બાદ ફરિયાદીએ તેમના લેબર કોન્ટ્રાક્ટના રૂપિયાની લેતી દેતી ના હિસાબ માટે તેમની ડાયરીમાં લખેલા હિસાબો તપાસતા હતા. તે દરમિયાન તેઓને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે પોતાના મોત પાછળ સાળા તુલસી ચૌહાણ અને કાકા સસરા શંકર ચૌહાણ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

એટલું જ નહિ તેમનો એક વિડિયો પણ મળી આવ્યો હતો. જે અંગે નો જાણ પોલીસ ને કરતા પોલીસ એ આ બંને વ્યક્તિ ઓની વિરુદ્ધમાં આત્મ હત્યા માટે દુષ્પ્રેરણા નો ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોહાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય : સગીર રેપ પીડિતા 26 અઠવાડિયા પછી પણ ગર્ભપાત કરાવી શકે છે

ફરિયાદીનો આક્ષેપ છે કે પતિ પત્ની વચ્ચે ની નાની મોટી તકરાર માં આ બંને આરોપી ઓ તેમના ભાઈ ને માનસિક ત્રાસ આપી ને, ખોટા આરોપી નાંખી ને તેમના ભાભી ની ચડામણી કરીને અવાર નવાર પૈસા ની માંગણી કરતા હતા. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad suicide, Commited suicide, Sarkhej, અમદાવાદ પોલીસ, અમદાવાદના સમાચાર, આપઘાત