અમદાવાદઃઅમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડનું રૂ. 587.45 કરોડનું બજેટ પસાર કરાયું છે. જેમાં શહેરને પાંચ સ્માર્ટ શાળા, ત્રણ અંગ્રેજી માધ્યમ શાળા મળશે. બજેટમાં ધોરણ 1થી 5ના બાળકોને ગરમ સ્વેટર આપવાની જોગવાઇ પણ કરાઇ છે.મ્યુનિ.ના ધોરણ 6થી 8માં સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ પણ કરાશે.
અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની ગઇકાલે મળેલી બેઠકમાં 2016-17ના રૂ.581 કરોડ 45 લાખના અંદાજપત્રને બહાલી આપી હતી અને તેને આખરી મંજૂરી માટે મ્યુનિ.બોર્ડ તરફ મોકલી આપ્યું હતું. આ અંદાજપત્રમાં શહેરના દરેક વોર્ડમાં એક મ્યુનિ. શાળાને સ્માર્ટ શાળા બનાવવાની યોજના હાથ ધરાશે. ઉપરાંત હાલની મ્યુનિ. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નવી ત્રણ શાળાનો વધારો કરવાની અને નવી ૭ શાળાના મકાનો બાંધવાની જોગવાઈ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે પાંચ વોર્ડમાં સ્માર્ટ શાળા બનાવવા રૂ. ૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ધો.૧થી ૫ના બાળકો માટે ગરમ સ્વેટર યોજના અમલી બનાવાશે. તે માટે રૂ.૧ કરોડની ફાળવણી કરાઈ છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડના ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન શીખવવા માટે આઈસીટીનો ઉપયોગ કરીને સ્માર્ટ ર્લિંનગ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર