અમદાવાદઃટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ભારે પડશે, ઘરે પહોંચશે ઇ-મેમો

News18 Gujarati | Web18
Updated: October 16, 2015, 10:43 AM IST
અમદાવાદઃટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ભારે પડશે, ઘરે પહોંચશે ઇ-મેમો
અમદાવાદઃ અમદાવાદમાં જો તમને ટ્રાફિક સિગ્નલ પર પોલિસનું ધ્યાન ચુકાવીને સિગ્નલ તોડી કે બીજા કોઇ ટ્રાફિકના નિયમનો ભંગ કરવાનો આનંદ લેતા હોય તો હવે સાવધાન થઇ જાજો. કારણ કે ટ્રાફિક પોલિસ જોતી નથી એમ સમજીને ટ્રાફિકના નિયમો તોડનારાના ઘરે ઇ-મેમો આવી જશે અને તેમાંથી છટકી જવાનો કોઇ વિકલ્પ નહી મળે કારણ કે તેની સામે પોલિસ પાસે સીસીટીવી ફૂટેજના પુરાવા હશે.

  • Web18
  • Last Updated: October 16, 2015, 10:43 AM IST
  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં જો તમને ટ્રાફિક સિગ્નલ પર પોલિસનું ધ્યાન ચુકાવીને સિગ્નલ તોડી કે બીજા કોઇ ટ્રાફિકના નિયમનો ભંગ કરવાનો આનંદ લેતા હોય તો હવે સાવધાન થઇ જાજો. કારણ કે ટ્રાફિક પોલિસ જોતી નથી એમ સમજીને ટ્રાફિકના નિયમો તોડનારાના ઘરે ઇ-મેમો આવી જશે અને તેમાંથી છટકી જવાનો કોઇ વિકલ્પ નહી મળે કારણ કે તેની સામે પોલિસ પાસે સીસીટીવી ફૂટેજના પુરાવા હશે.
વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેનો ચહેરો અને વાહનની નંબર પ્લેટ
શહેરમાં લગાડવામાં આવેલા હાઇરિઝોલ્યુશન સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે. ત્યારબાદ પોલીસ દ્ધારા એકલવ્ય સોફ્ટવેરની મદદથી વાહન માલિકનું

નામ-સરનામું મેળવીને તેના ઘરે ઇ-મેમો મોકલવામાં આવશે.
જો ટ્રાફિક પોલીસ નિયમ ભંગ કરનારને પકડશે તો તેનો વાહનમાં લગાડેલી નંબર પ્લેટનો નંબર નાખી તેની વિગત મેળવી તેને મશીન દ્ધારા સ્લિપ આપવામાં આવશે. જ્યારે અગાઉ પણ વાહન કોઇ ગુના કે નિયમનો ભંગ કરતાં પકડાયું છે કે નહિ તેની વિગત પણ મળી રહે છે.

અમદાવાદીઓની ટ્રાફિકસ સેન્સ વખાણવા જેવી નથી.આડેઘડ ડ્રાઇવીંગ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવવુ.ગમે ત્યાંથી ટર્ન લેવો, કારમાં સિટબલ્ટ ન બાંઘવો,સિગ્નલનો ભંગ કરવો કે પછી વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરવી તેને મોટાભાગના અમદાવાદી વાહનચાલકો પોતાનો જન્મસિદ્ધ અઘિકાર માને છે.પરંતુ હવે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યા બાદ બે-ત્રણ દિવસમાં ટ્રાફિક પોલીસનો ઇ-મેમો આવે તો નવાઇ ન પામતા, શહેરના ટ્રાફિક જંકશનો પર લગાવેલા
સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા આવા વાહનચાલકોને ઇ-મેમો મોકલવાનું પ્રાયોગિક ધોરણે ટ્રાફિક પોલીસ શરૂ કરી દીઘું છે.

હવે માત્ર થોડા દિવસોમાં જ ટ્રાફિક પોલીસ દ્ધારા ઇ-મેમો પ્રોજેક્ટ ફૂલ
ફ્લેજ શરૂ કરવામાં આવી રહ્યો છે.ટ્રાફિક પોલીસ દ્ધારા આ પોજેક્ટની
તૈયારીરૂપે પાઇમરી પ્રોસેસ પણ શરૂ કરાઇ છે. તેમાં 2100 વાહન ચાલકના ઘરે
ઇ-મેમો પોસ્ટ દ્ધારા મોકલવામાં આવ્યો છે.શહેરના ટ્રાફિક પર સીસીટીવી
કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે તે ખરા અર્થમાં અસરકારકતા પણ બતાવશે.
ત્રણ મહિના અગાઉ ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમા જાહેર માર્ગો ઉપર ટ્રાફિક
પોલીસ દ્ધારા મોનિટરીંગ માટે રૂ. 100 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના 86
પોઇન્ટ પર હાઇરિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે.
First published: October 16, 2015, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading