અમદાવાદ : એક તરફ દેશમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે અને લોકો કોરોના વાયરસ (Coronavirus)થી બચવા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. એવામાં શહેરમાં એવી ઘટના સામે આવી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. શહેરના સોલા વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. રૂપિયે ટકે સુખી એક એવા પરિવારની મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશન (Sola Police Station)માં ફરિયાદ આપી છે.
પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ દારૂ પીને તેની સાથે મારપીટ કરે છે અને નાની નાની વાતે પરેશાન કરે છે. ફરિયાદીનું કહેવું છે કે છેલ્લા 2 મહિનામાં જ્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે તેવા સમય તેનો પતિ દારૂ પીને બબાલ કરતો હતો. તેના પર શંકા રાખી પાંચ વખત ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.
આ બધાથી કંટાળી તે પોતાના પિયરમાં જતી રહી હતી. જોકે, પિયરમાં લોકોએ સમજાવી અને ઘર ન તૂટે તે માટે પરત મોકલી દીધી હતી. ફરિયાદી પરત અમદાવાદ પોતાના સાસરે આવી છતાં પતિ હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદીએ નાસ્તો બનાવી તેમના પતિને આપ્યો હતો ત્યારે આરોપી પતિએ ચા કેમ આટલી ગળી છે? તેમ કહી ફરિયાદી અને તેની પુત્રીને માર માર્યા હતો. આ મામલે પોલીસે IPC 498a, 323, 294(b) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર