Home /News /gujarat /અમદાવાદ: ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ માત્ર 500 રૂપિયાની લૂંટ ચલાવી!

અમદાવાદ: ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ માત્ર 500 રૂપિયાની લૂંટ ચલાવી!

પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: દાણીલીમડા પોલીસ મથકમાં 500 રુપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સો બંદૂકની અણીએ 500 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા.

    અમદાવાદ: દાણીલીમડા પોલીસ મથકમાં 500 રુપિયાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સો બંદૂકની અણીએ 500 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચપ્પુ, બાઈક, દેશી તમંચો અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે લૂંટ ચલાવનાર મોહમ્મદ આસિમ, સાજીદ હુસૈન અને મોહસીન સૈયદની ધરપકડ કરી છે. આ શખ્સોએ અન્ય કોઈ લૂંટ ચલાવી છે કે કેમ, તેને લઈને પણ પૂછપરછ શરૂ કરાઈ છે.

    આમ તો આજ સુધી આપે લૂંટના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં લાખો કે કરોડો રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હશે, પણ આજે અમે એક એવી લૂંટનો કિસ્સો આપને બતાવીશું કે જે જોઈને આપને પણ નવાઈ લાગશે અને આ લૂંટ પણ થઈ છે એકદમ ફિલ્મી સ્ટાઈલમાં. જોઈએ કઇ રીતે કરવામાં આવી લૂંટ અને કોણ છે લુટારુઓ...

    દેશી તમંચો બતાવી લૂંટ કરી

    સામાન્ય રીતે લૂંટની ઘટના બનતી હોય છે ત્યારે જ્વેલરી, રોકડ કે અન્ય કોઈ કિમતી સર સામાન લૂંટાતો હોય છે અને તેના સીસીટીવી પણ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડા પોલીસ મથકમાં 500 રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનારને બંદૂકની અણીએ 500 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા અતુલ શાહુ અને તેનો મિત્ર મોહિતકુમાર ગુલાબનગર અજમેરી ફાર્મ રોડ પરથી કારખાનામાં કામ પર જતા હતા તે સમયે એક બાઈક પર આવેલા ત્રણ લોકોએ બંને મિત્રોને રોકી એક શખ્સે ચપ્પુ બતાવ્યું હતું, બીજા શખ્સે દેશી તમંચો બતાવી લૂંટ કરી હતી.

    આ પણ વાંચો: અમદાવાદ: ATMમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ગઠીયો કરામત કરી ગયો

    લૂંટારુઓએ ભોગ બનનારના ખિસ્સા ચેક કર્યા

    એક શખ્સે મોહિતને ચપ્પુ બતાવી તેની પાસે જે રૂપિયા હોય તે આપી દેવા કહ્યું હતું. જેથી મોહિતે તેની પાસે રહેલા 500 રૂપિયા આપી દીધા હતા. જે દરમિયાન અન્ય એક શખ્સે દેશી તમંચામાં કારતૂસ ભરી રહ્યો હતો, જેથી બંને મિત્રો ગભરાઈ ગયા હતા. જે બાદ બે લૂંટારૂઓએ અતુલ શાહુને પકડી તેના ખિસ્સા ચેક કર્યા હતા. જોકે બંને મિત્રોના ખિસ્સા ચેક કર્યા તો 500 રૂપિયા મળી આવ્યા હતા અને એક પાસેથી મોબાઈલ મળ્યો હતો, પણ આ મોબાઈલ કી પેડ વાળો અને નજીવી કિંમતનો હોવાથી લૂંટારૂઓએ આ મોબાઈલ પરત કરી દીધો હતો અને 500 ની લૂંટ કરી ભાગી ગયા હતા.

    ભોગ બનનાર મિત્રોએ લૂંટ બાદ દાણીલીમડા પોલીસ મથક પહોંચી સમગ્ર મામલાની જાણ કરી હતી અને લૂંટારૂઓનું વર્ણન કર્યું હતું. જોકે, પોલીસ પાસે કોઈ સીસીટીવી નહીં હોવાને કારણે અલગ-અલગ એન્ગ્લ દ્વારા લુટારુઓ સુધી પહોંચવા ટીમો બનાવી હતી. પોલીસે લૂંટ ચલાવનાર મોહમ્મદ આસિમ, સાજીદ હુસૈન અને મોહસીન સૈયદની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મોહમ્મદ ફેબ્રિકેશનનું કામ કરે છે, જ્યારે સાજીદ અને મોહસીન વેલ્ડિંગ કામ કરે છે. જેમાંથી મોહમ્મદ અન્સારી અગાઉ ઉતરપ્રદેશમાં પણ એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

    ચપ્પુ, બાઈક, દેશી તમંચો અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે

    મહત્વનું છે કે, પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ પાસેથી ચપ્પુ, બાઈક, દેશી તમંચો અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તપાસ કરી રહી છે કે, આ લૂંટારૂઓએ અગાઉ આ પ્રકારે કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો અન્ય કોઈ શખ્સ આ ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ, તેને લઈને આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन