Home /News /gujarat /

Ahmedabad Crime: સ્પા સેન્ટર ખોલવા અને મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા પટાવાળાએ મિત્ર સાથે મળી બેંક લૂંટી

Ahmedabad Crime: સ્પા સેન્ટર ખોલવા અને મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા પટાવાળાએ મિત્ર સાથે મળી બેંક લૂંટી

અમદાવાદમાં બેંકમાં થઇ 9 લાખની લૂંટ

Ahmedabad Crime News: અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપરેટિવ બેંકમાં (Vijiya Bank) વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરી થઈ. હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે બેન્ક ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

    અમદાવાદ: અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ બેંકમાં વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરી થઈ. હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે ચોરી કરનાર બેંકનો જ પ્યુન અને તેનો મિત્ર હતો. જેઓએ ગોવામાં કસીનોમાં થયેલી હાર સરભર કરવા માટે, સ્પાનો બિઝનેસ કરવાં અને મહિલા મિત્ર માટે 9 લાખથી વધુની ચોરી કરી હતી.

    પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને  આરોપીઓના નામ છે વિમલ પટેલ અને જાવીદ સંધિ. પકડાયેલા બંને આરોપીઓ બેંક માંથી ચોરી કરવાના ગુનામાં ઝડપાયા છે. ચોરીનાં ગુનાને અંજામ આપવા માટે નવાં વર્ષની શરૂઆત થતાં પહેલા જ કેવી રીતે બનાવ્યો હતો પ્લાન તે બાબતે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોકી ગઈ હતી. આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન હતો અને જુગાર રમવાનો શોખીન હતો અને ગોવામાં કસીનોમાં જુગાર રમતા દેવું પણ કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો અને કાળુપુર વિસ્તારમાં આવેલી વિજય કો-ઓપરેટિવ બેંકમાં ચોરી કરી હતી.

    આરોપી વિમલ બેંકમાં પ્યુન હતો અને જાવીદ તેનો મિત્ર હતો. ચોરી કરવા વિમલે પ્લાન બનાવ્યો અને સાથે ચાવીઓ પણ જાવીદને આપી હતી. સાથે જ વિમલે CCTV પણ બંધ કર્યા હતા. ચોરી કરતા સમયે આરોપી એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઇ ગયો હતો. પરંતુ બેંકમાં તમામ પ્રકારની મદદ અને ચોરી કરવાનું પ્લાનિંગ વિમલે કર્યું અને અંજામ જાવીદ સંધીએ આપ્યો હતો. એટલું જ નહીં ચોરી કરેલા રૂપિયા લઇ આરોપીઓ ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા હતા. આરોપી જાવીદ અગાઉ સ્પા ચલાવતો હતો અને તેમાં રેડ પડી જતાં તેનાં પર કેસ થયો હતો. તો ફરી સ્પાનો બિઝનેસ શરૂ કરવાં રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદે  તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા હતા. એકતરફ ગોવામાં કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયાએ આ બંનેને ચોરીનો અંજામ આપવા મજબુર કરી દીધા હતા. આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા. જ્યારે કેટલાક રૂપિયા મહિલા મિત્ર ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે હોવાનું ASP અભય સોની અને દરિયાપુર PI આર જે ચૌધરીએ જણાવ્યું છે.

    પોલીસે ચોરી અંગે તપાસ કરતા CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. જેમાં સ્પષ્ટપણે આરોપી પોતાના વાહનમાં બેગ લઈને જતો નજરે પડયો હતો.જેના આધારે પોલીસે શહેરના સંખ્યાબંધ CCTV ફૂટેજની તપાસ કરતા આરોપી સુધી પહોંચવામાં ખૂબ જ મદદ મળી રહી હતી. હાલ તો પોલીસે લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ત્યારે ફિલ્મ જેવી આ ઘટનામાં એ વાત નક્કી છે કે આરોપીઓએ ગોવામાં કસીનોમાં હારી જતા અને ફરી એક વખત મહિલા મિત્રનાં સંપર્કમાં આવી મોટું સ્પા સેન્ટર ખોલવાના ઈરાદે આ ચોરીનાં ગુનાને અંજામ આપ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crime news, અમદાવાદ ક્રાઇમ

    આગામી સમાચાર