અમદાવાદ શહેરમાં ખાસ કરી ને મહિલાઓ માટે સૌથી માથા ના દુખાવો ચેઇન તોડી ફરાર થઈ જતા આરોપીઓ છે.જેમાં મહિલાઓ ને ઈજા પણ થાય છે.અમદાવાદ શહેર માં છેલ્લા ઘણા સમય થી ચેઇન સ્નેચિંગ ની ઘટનાઓ વધી ગઈ હતી અને જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાસ ટીમ બનાવી આવા આરોપીઓ ને પકડવા કાર્યવાહી કરી રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને માહિતી મળી હતી કે એક આરોપી સોના ની ચેઇન વેંચવા કુબેરનગર ફાટક પાસે થી જવાનો છે તે માહિતી ના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી ને પકડી તપાસ શરૂ કરી હતી.આરોપી ચંદ્રસાગર ઘમંડે ની વધુ તપાસ શરૂ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આરોપીએ એક બાદ એક ફૂલ 23 ગુનાઓ ની કબૂલાત કરી.
આરોપીએ મોટા ભાગ ના ગુનાઓ પૂર્વ વિસ્તાર માં કર્યા હોવાનું સામે આવ્યું છે અને જેમાં બાપુનગર,નરોડા,નિકોલ જેવા વિસ્તારો માં વધુ ચેઇન સ્નેચિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસે આરોપી ની તપાસ શરૂ કરી પોલીસ ને મુદ્દમાલ પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો : સુરત : 'મારી પાછળ પહોંચેલા માણસો છે તમે મારુ કંઈ બગાડી લેવાના નથી,' વરાછાના બિલ્ડરની જમીન પચાવવાનો પ્રયાસ
પોલીસે 7,78,000 ના મુદ્દામાલ કબ્જે કરેલ છે.મહત્વની વાત તો યે પણ છે કે આરોપી અગાઉ 10 જેટલા ગુનાઓ માં પકડાઈ પણ ચુક્યો છે અને 4 વાર તો પાસા હેઠળ જેલમાં પણ જઈ ને આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ : DJના તાલે એક વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો, Video થયો Viral, જાહેરનામાનો ભંગ
આરોપી ખુબજ રીઢો હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી પોતાના સાગરીત સાથે મળી જે લોકો સવારે અને નાઈટમાં ચાલવા જતા હોય છે તેવા લોકો નું ચેઇન ની વધારે લૂંટ કરતા હતા. હાલ પોલીસ આરોપી ના સાગરીતો ને શોધવા કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં અન્ય ખુલાસાઓ પણ સામે આવી શકે છે. હાલ આરોપી ને નરોડા ના ગુના માં સોંપવા કાર્યવાહી કરવા માં આવી રહ્યું છ