ક્રિકેટર સાથે ઓનલાઈન છેતરપિંડી, સસ્તો iphone મંગાવવો પડ્યો ભારે

Mujahid Tunvar
Updated: January 3, 2018, 9:31 PM IST
ક્રિકેટર સાથે ઓનલાઈન છેતરપિંડી, સસ્તો iphone મંગાવવો પડ્યો ભારે

  • Share this:
સસ્તી અને સારી વસ્તુ મેળવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઓનલાઇન ખરીદી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર કરણ પટેલ પણ ઠગ શખ્સની માયાજાળમાં ફસાઇ ગયો અને છેતરપિડીનો ભોગ બની ગયો હતો. જો કે પોલીસ પણ આઘુનિક ટેકનોલોજીથી આરોપીને ઝડપી લેવામાં સફળ થઇ છે. વાત કંઇ એમ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રિકેટર કરણ પટેલ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તે શખ્સે ક્રિપા ઓબેરોય નામનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી એક લાખની કિંમતનો આઇફોન-10, 60 હજારના ભાવે વેંચવા મુક્યો હતો. આ જાહેરાત જોઈને કિરણ પટેલે ઠગ શખ્સ સાથે વાતચીત કરી અને બેંક એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા જમા કરાવી આપ્યા હતા. ત્યાર બાદ ઠગાઇ આચરનાર શખ્સ કે જેનું નામ આકીબ શેખ છે તેણે સોશિયલ મીડિયા પર તમામ એકાઉન્ટ બંઘ કરી દીઘા હતા. કરણ પટેલે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ફેસબુક ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી સોશિયલ સાઇટ પર ઘણી જાહેરાતો આવતી હોય છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર કરણ પટેલ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તે શખ્સે ક્રિપા ઓબેરોય નામનું તમામ સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત આપી હતી. એક લાખની કિંમતનો આઇફોન-10 60 હજારના ભાવે વેચવા મુક્યો..આ જાહેરાતને લઇને કિરણ પટેલે ઠગ શખ્સ સાથે વાતચીત કરી અને ઠગ શખ્સની માયાજાળમાં ફસાઇને ફરિયાદી કરણ પટેલે બેંક એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ભરાવી દીઘા હતા. ત્યાર બાદ ઠગાઇ આચરનાર શખ્સ કે જેનું સાચું નામ આકીબ શેખ છે તેણે સોશિયલ મીડિયા પર તમામ એકાઉન્ટ બંઘ કરી દીઘા હતા. કરણ પટેલે પોતાની સાથે છેતરપિડી થઇ હોવાનું લાગતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

ક્રિકેટર કરણ પટેલ

પોલીસે હાલ આરોપી આકીબ શેખની અટકાયત કરી છે. આરોપી આકીબ શેખ ભાવનગરમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે..તે આઇટી ફિલ્ડનો જાણકાર હોવાથી સોશિયલ મીડિયા પર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા અનેક ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. જેમાં ક્રિપા ઓબેરો નામનુ ફેક એકાઉન્ટ બનાવી અડધા ભાવે મોંઘાદાટ ફોન આપવાની લાલચ આપતો સૌ પ્રથમ તો આરોપી આકીબ સોશિયલ મિડીયામાં બોગસ મેઇલ આઇડી બનાવતો ત્યારબાદ સસ્તા ફોનની સ્કીમ મૂકતો હતો. જે લોકો તે લેવા માટે સંપર્ક કરે તેમને પોતાની બેન્ક ડિટેઇલ આપે અને પૈસા આવી જાય ત્યારબાદ તે વ્યક્તિને સોશિયલ મિડીયામાંથી બ્લોક કરી નાખે જેથી લોકો તેની પાસે પહોંચી શકે નહિ. આ કેસમાં પણ આ જ રીતે ક્રિકેટર કરણ પટેલ સાથે પૈસા લીઘા બાદ આરોપી આકીબ શેખે તમામ એકાઉન્ટ બંઘ કરી દીઘા,પરંતુ સ્થાનિક પોલીસ ફેક એકાઉન્ટના આઇપી એડ્રેસ અને આરોપીના ફેસબુક એકાઉન્ટના મિત્રોના સંપર્ક કરીને આરોપી સુઘી પહોચી ગઈ હતી. આ સાથે જ ફરિયાદીએ બેક એકાઉન્ટ ભરેલા પૈસાની ડિટેઇલના આધારે આરોપીને ઝડપાવામાં સફળ થયા છે..

હાલ નારણપુરા પોલીસ છેતરપિંડીના ગુનામાં આકીબ શેખની ઘરપકડ કરી છે. પોલીસને શંકા છે કે આરોપી આકીબ શેખે ઓનલાઇન છેતરપિંડીની માયાજાળમાં અનેક લોકોને ભોગ બનાવ્યા છે. પોલીસે આકિબની ધરપકડ કરીને વધારે પૂછપરછ કરી રહી છે, તેવામાં બીજા લોકો સાથે પણ છેતરપિંડી કર્યાના કેસ સામે આવી શકે છે.
First published: January 3, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading