Home /News /gujarat /અમદાવાદના અંદાજપત્રથી શહેરીજનોને ફાયદો થશે કે નુકશાન, કોંગ્રેસે આપ્યુ 1 રેટીંગ, જાણો...

અમદાવાદના અંદાજપત્રથી શહેરીજનોને ફાયદો થશે કે નુકશાન, કોંગ્રેસે આપ્યુ 1 રેટીંગ, જાણો...

મ્યુ. કમિશનર ડ્રાફ્ટ બજેટ રૂપિયા 108 રુપિયા 982 કરોડનું સુધારેલ બજેટ સત્તા પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે, જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે. તેમજ એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ અપાશે.

વધુ જુઓ ...
અમદાવાદ  : મ્યુ. કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં રુપિયા 1082 કરોડનો વધારો  કરી રુપિયા 9482 કરોડનું સુધારેલ બજેટ સત્તા પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે સુધારેલ બજેટમાં પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળશે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે, જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે. તેમજ એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ અપાશે. અને ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે. 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે. 3 વર્ષનો ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 15% રિબેટ અપાશે. જોકે, મનપાના નવા ઉમેરાયાલા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. જેમાં બોપલ-ઘુમા, ચીલોડા, નરોડા, કઠવાડા, સનાથલ, વિશાલપુર, અસલાલી  ,ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે. આ ઉપરાંત ખોડિયાર તથા નાના ચિલોડા જેવા વિસ્તારોને પણ પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે.

જણાવી દઈએ કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત વાહનવેરાના દર પણ યથાવત રાખવામાં આવ્યા છે. મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલને ટેક્સમાં 70% રિબેટ 2023-24માં પ્રોપર્ટી ટેક્સમાં અંશત: વધારો કરાયો છે જેમાં રહેઠાણ મિલકતો માટે 16ના બદલે હવે પ્રતિ ચોરસ 20 રૂપિયા ચૂકવવા પડશે. બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ 34 રૂપિયા ટેક્સ પ્રોપર્ટી ટેક્સના લેટીંગ રેટના દરમાં અંશત: વધારો કરાયો. બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ ફૂટ 34 રૂપિયા ટેક્સ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 25 કરોડ ફાળવામાં આવ્યા છે. આ ઉપરાંત અસારવા-ઓમનગર રેલ્વે અંડરપાસ બનાવવાનુ આયોજન થશે. ડાયાલીસીસ સેન્ટર બનાવવા રૂ.5 કરોડની ફાળવણી, લાંભા અને કઠવાડામાં નવા સ્મશાનગૃહ બનાવાશે.

થલતેજ વોર્ડમાં સીનીયર સીટીઝન પાર્ક બનાવાશે, દાણીલીમડા વોર્ડમાં નવી લાયબ્રેરી બનાવાશે, ચાંદલોડીયા વોર્ટમાં કોમ્યુનિટી હોલ બનાવાશે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવાશે, બોપલમાં જીમ્નેશિયમ બનાવવા રૂ.1 કરોડની જોગવાઈ, બોપલ-ઘુમા વિસ્તારના તળાવોનુ રિનોવેશન કરાશે, અમદાવાદમાં નવા 1500 LIG આવાશો પણ બનાવાશે, વોર્ડ દીઠ 2 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા માટે 250 કરોડ અપાશે, અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ સમસ્યા રોડ તૂટવાની બનતી હોય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ વખતે અમદાવાદ શહેરમાં અધ્યયન આધુનિક ટેકનોલોજીવાળા વાઈટ ટોપીંગ રોડ બનાવવાનો નક્કી કરવામાં આવ્યું છે. જે આવનાર વર્ષમાં દરેક  વોર્ડ દીઠ 2 વાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવશે. જેના માટે 250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પર્યાવરણની યોગ્ય જાળવણી થાય તે માટે 15 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં આવેલ જુદી જુદી રહેણાક સોસાયટીઓ, ચાલી, એપારમેન્ટ સહિતમાં કચરાનો નિકલ થાય તે માટે 80 લીટર ક્ષમતાવાળા ડસ્ટબીન આપવામાં આવશે. ઉત્તર ઝોનના તપોવન સર્કલથી સમજુબા હોસ્પિટલથી વર્ષા સોસાયટી સુધીના રોડને મિલિંગ પદ્ધતિથી રોડ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

AMC  હોસ્પિટલમાં ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. હોસ્પીટલ  અને શારદાબેન હોસ્પિટલમાં ન્યુરોલોજીની સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરિયાપુર વોર્ડમાં આવેલ પાર્વતી હોસ્પિટલ જે જર્જરીત હોવાને કારણે રિનોવેશન માટે 1 કરોડ ફાળવણી કરવામાં આવી છે. શહેરની સામાન્ય નાગરિકને રાહત મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં હયાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંતર્ગત કરવામાં આવતી કામગીરીનું ઓનલાઈન એન્ટ્રી અને રિપોર્ટિંગ કરવા માટે 700 મોબાઈલ ફોન તથા હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા વાહકને અટકાયતી કરવામાં આવતી કામગરીઓની વિગતો સોફ્ટવેરથી ઓનલાઇન કરવા માટે 300 ટેબલેટ મેલેરિયા વિભાગના સ્ટાફને આપવા માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : લ્યો કરો વિકાસની વાત! આંગણવાડી કેન્દ્રોના ભાડા ચૂકવવા માટે પણ સરકાર પાસે પૈસા નથી

પ્રાથમિક શાળાના રીનોવેશન માટે 4 કરોડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠક્કરનગર વોર્ડમાં પાર્શ્વનાથ ટાઉનશીપ નવા નરોડા ખાતે પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી તે સ્કૂલ તોડીને નવી અધ્યતન બિલ્ડીંગ બનાવવા માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા વાડજમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાનું પણ બિલ્ડીંગ તોડીને નવું અધ્યતન મ્યુનિસિપલ શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાંદખેડા વોર્ડમાં નવી પ્રાથમિક શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પાણીની સમસ્યા દૂર કરવા 3 કરોડની ફાળવણી

અમદાવાદની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પશ્ચિમ ઝોનમાં આવેલ રાણીપના બલોલ નગર પાસે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણી ટાંકી બનાવ માટે 2 કરોડ તેમજ ચાંદખેડા વોર્ડના ડી કેબીન વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશર સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવવા માટે અધિકાર સોસાયટી પાસે પાણીની ઓવેર હેડ ટાંકી બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ડ્રેનેજ સિસ્ટમ માટે નવા સુપર શકર મશીન.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલા શહેરની ડ્રેનેજ લઈને સાફ કરવામાં આવતી હોય છે. સફાઈ ની કામગીરી ઝડપથી થાય તે માટે ઝોન લેવલે 5 નવા સુપર સકર મશીન ખરીદ કરવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ ઊંચાઈવાળા બિલ્ડીંગોમાં આ બુજાવવા માટે 2 સ્નોરકેલ થતા ડ્રોન ઓપરેટિંગ વિહિકલ માઉન્ટેડ ફાયર ફાયટીગ સિસ્ટમ 3 નંગ ખરીદવા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવા વિસ્તારનો કરવામાં આવશે વિકાસ.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ હેબતપુર, ભાડજ, ઓગણજ, છારોડી, ગોતા, ત્રાગડ, સોલા, બોપલ, ઘુમા જેવા  વિસ્તાર માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારોના નાગરિકોને પાયાની સુવિધા પ્રાપ્ત થાય તેમ જ ગ્રામ પંચાયત સમયના આયોજનો નવું સ્વરૂપ આપી ગામડાઓને સહેલી વિસ્તારની જેમ જ સુવિધાઓ આપવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની હદમાં પડેલા બોપલ વિસ્તારમાં નવું જિમનેશિયમ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવરંગપુરા સ્ટેડિયમ નવીનીકરણ માટે 25 કરોડની ફાળવણી

સ્ટેડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, 2036માં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સ્ટેડિયમ જે હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ વર્ષો જૂનો હોવાથી હાલતમાં છે. જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 25 કરોડના ખર્ચે સરદાર પટેલ નવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક મહિલાઓ માટે એક યુગકમ મેડીટેશન સેન્ટર બનાવવાનું આયોજન માટે 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ માં નવ સ્પર્શ કોમ્પ્લેક્સ બનાવવા માટે પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

શહેરની જનતાને નવા પાર્ટી પ્લોટ અને હોલ મળશે.

અમદાવાદ કોર્પોરેશનની જનતાને નવા પાર્ટી પ્લોટ તેમજ સુવિધા વાળા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં દરીયાપુર કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 1 કરોડ,ચાંદખેડા વોર્ડમાં નવીનીકરણ માટે 1 કરોડ, નારણપુરા વોર્ડમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે 2 કરોડ, ચાંદખેડા બોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ માટે 50 લાખ અને ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ રોડમાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટે 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.

લાઇબ્રેરી બનાવવા માટે 7 કરોડની ફાળવણી.

અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિદ્યાર્થીઓને સારી રીતે વાંચી શકે તે માટે નવી લાઇબ્રેરી તેમજ જૂની જર્જરીત હાલતમાં જે લાઇબ્રેરીઓ છે. તેને રીનોવેશન માટે કુલ 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પૂર્વમાં આવેલ ઓફિસમાં વિમલભાઈ શાહ વાંચનાલયને રીનોવેશન માટે 2 કરોડ સરસપુર રખિયાલ ખાતે નવી લાઇબ્રેરી બનાવવા માટે 2 કરોડ સાબરમતી વોર્ડમાં આવેલ લાઈબ્રેરીને રીનોવેટેશન કરવા માટે 1 કરોડ તેમજ દાણીલીમડા વોર્ડમાં નવી લાઇબ્રેરી બનાવવા માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પ્રજા લક્ષી બજેટ નહિ - શહેજાદ પઠાણ

AMC વિપક્ષ નેતા શહેઝાદ પઠાણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મૂકવામાં આવેલું બજેટ એ માત્ર કાગળ પર જ છે, જો કોંગ્રેસ પાર્ટી આ બજેટનું 10 માંથી રેટિંગ આપવામાં આવે તો માત્ર એક જ રેટિંગ આપી શકે છે. એ પણ તેમની હિંમતના લીધેના કારણે આજે અમદાવાદ શહેરની જનતા ઉપર કરોડો રૂપિયાનું ટેક્સ નાખવામાં આવ્યો છે. એક બાજુ 156 બેઠક પર વિજય મેળવ્યો છે, અને ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ જનતાને ટેક્સમાં રાહત આપવામાં આવતો નથી. ગુજરાત સરકાર પાસે પણ હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયા લેવાના બાકી હોવા છતાં તે લેવામાં આવતા નથી. જનતા ઉપર વધારાનો ટેક્સ નાખવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરની જનતાને 24 કલાક પાણી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એક કલાક પણ પાણી આપવામાં આવતું નથી. ગત વર્ષના બજેટમાં પણ 100 ટકા ડ્રેનેજ લાઈન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ તે પણ કામગીરી પૂર્ણ કરી શક્યા નથી.રાજ્ય ની તમામ મહાનગરપાલિકા માં અમદાવાદ નું બજેટ સૌથી વધુ હોય છે. ત્યારે જોવાનું એ રહેશે કે, તંત્રની તિજોરીમાં આવક કંઈ રીતે થયા છે અને કરેલ વાયદા સત્તા પક્ષ પૂર્ણ કરે છે કે નહી.
Published by:Sachin Solanki
First published:

Tags: AMC latest news, Corporation News