'ભારત માતા કી જય' નાં નારા સાથે અમદાવાદનાં પનોતા પૂત્રની નીકળી અંતિમ યાત્રા, સમગ્ર શહેરમાં શોકની લાગણી

Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 11:25 AM IST
'ભારત માતા કી જય' નાં નારા સાથે અમદાવાદનાં પનોતા પૂત્રની નીકળી અંતિમ યાત્રા, સમગ્ર શહેરમાં શોકની લાગણી
અમદાવાદના મેઘાણીનગરના 22 વર્ષીય પ્રદીપસિંઘ કુશવાહ શહીદ થયા હતા. શહિદનાં મૃતદેહને આર્મીની કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી આજે સવારે તેમનાં મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. આ સમયે સમગ્ર શહેરનું વાતાવરણ ગમગીન થઇ ગયુ હતું
Network18 | News18 Gujarati
Updated: November 4, 2017, 11:25 AM IST
જમ્મુ-કાશ્મીરના પુલવામા સાંબુરામાં આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં અમદાવાદના મેઘાણીનગરના 22 વર્ષીય પ્રદીપસિંઘ કુશવાહ શહીદ થયા હતા. શહિદનાં મૃતદેહને આર્મીની કેન્ટોનમેન્ટ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી આજે સવારે તેમનાં મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. આ સમયે સમગ્ર શહેરનું વાતાવરણ ગમગીન થઇ ગયુ હતું

શહિદની અંતિમયાત્રામાં સમગ્ર શહેર ઉમટી પડ્યું હતું. તેમનાં પરિવારજનોની આ દુખની પળોમાં સમગ્ર શહેર તેમની સાથે હતું. તેમનો નાનો ભાઇ જે આર્મીમાં છે તે પણ ભાઇની અંતિમ વિદાયમાં શામેલ થવા શહેર આવી ગયા હતાં.

પુત્રએ એક દિવસ પહેલાં જ પિતા સાથે કરી હતી વાત
શહીદ પ્રદીપસિંઘના પિતા બ્રિજકિશોરસિંઘ કુશવાહે કહ્યું હતું કે, એક દિવસ પહેલાં જ પુત્ર સાથે વાત થઈ હતી. આવતા ચોથા મહિનામાં નાનાભાઈને રજા મળવાની હતી ત્યારે પ્રદીપ ઘરે આવવાનો હતો. બાળપણથી જ આર્મીમાં જોડાવવાની તમન્ના હતી. સાયન્સમાં ટોપર છતાં પણ આર્મીમાં જોડાયો હતો. કોઈપણ તકલીફ પડે તો ય કોઈ દિવસ પ્રદીપ ફરિયાદ કરતો નહીં.હસમુખો સ્વભાવ દરેકને પસંદ હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની સુરક્ષા વધવી જોઈએ.માત્ર 22 વર્ષના હતા શહિદ પ્રદીપ સિંઘ
પ્રદીપસિંઘ 2013માં આર્મીમાં જોડાયા હતા અને પ્રથમ પોસ્ટિંગ પંજાબમાં થયું હતું અને બાદ બીજુ પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું. તે આરઆર-502 બટાલિયનના જવાન હતા. શહીદનો કુશવાહ પરિવાર મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાં રહે છે. શહીદ જવાને મેઘાણીનગરની વી.વી.તોમર સ્કૂલમાં ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. બાદમાં ધોરણ-12માં રાજસ્થાન શાહીબાગ સ્કૂલમાં સાયન્સ સાથે અભ્યાસ કર્યો હતો. શહીદ જવાનને એરપોર્ટ પર શ્રદ્વાંજલિ આપવા માટે ગૃહમંત્રી પ્રદીપસિંઘ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર, આર્મીના ઊચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહીદનો મૃતદેહ આર્મી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
First published: November 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर