અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું

News18 Gujarati
Updated: November 12, 2019, 3:55 PM IST
અમદાવાદ : દાગીના જોવાના બહાને સોનાની ચોરી કરતું ઠગ દંપતી ઝડપાયું
અમદાવાદ પોલીસે CCTV ફૂટેજના આધારે કમલેશ રંગાણી અને પૂનમ રંગાણી નામના દંપતીને ઝડપી પાડ્યું છે.

અમદાવાદના પાંચ જેટલા શો-રૂમમાંથી બંટી-બબલી જેમ દાગીના ચોર્યા હતા. પોલીસે CCTVના આધારે ઝડપી પાડ્યા

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ શહેરના (Ahmedabad) પોશ (High Society area) વિસ્તારમાં આવેલ જવેલર્સ (Jwellers)ના શૉ-રુમમાં સોના (Gold)ની ચોરી (Theft)ની ઘટનાઓ વધી ગઈ હતી જેને લઈ શહેર પોલીસની (ahmedabad Police) સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) પણ કામે લાગી ગઈ હતી. દરમિયાન cctv ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)એ પૂનમ રંગવાણી (Poonam Rangwani) અને કમલેશ રંગવાણી (Kamlesh Rangwani)નામના એક ઠગ દંપતીને ઝડપી પાડયું છે.

પોલીસની તપાસમાં આ દંપતીએ શહેરના 5 શો-રૂમમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે. આ લોકોએ આ 5 શો-રૂમ સિવાય અન્ય જગ્યાએ પણ આવી રીતે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ લોકોના ચહેરા CCTVમાં આવી જતાં આ લોકો મૂળ રાજસ્થાનના ગામ અજમેર જતાં રહયા હતા પરંતુ પરત પોતાના સગાને મળવા આવવાના છે તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો :  દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ ઝેરી થઈ, દિવાળી બાદ વાયુ પ્રદૂષણમાં વધારો

દંપતી દાગીના જોવા માંગતુ અને પત્ની પર્સમાં દાગીના સેરવી લેતી

મળતી માહિતી પ્રમાણે આ લોકો કોઈ પણ શૉ રૂમ માં જાય ત્યારે ત્યાંના હાજર કર્મચારીને દાગીના જોવા માંગતા હતા અને અલગ-અલગ દાગીના જોતી વખતે પૂનમ દાગીના પોતાના પર્સમાં રાખી લેતી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો આ સિવાય આગાઉ રાજસ્થાન,દિલ્હી,મુંબઇ,કોલકત્તા સહિત અન્ય જગ્યા પકડાઈ ચુક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 
First published: November 12, 2019, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading