Home /News /gujarat /

અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલ લોકસભાની ચૂંટણી નહીં લડે

અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલ લોકસભાની ચૂંટણી નહીં લડે

કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે, કે આ બંને નેતાઓ તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવશે અને ચૂંટણી નહીં લડે

    ન્યૂઝ 18 ગુજરાતી : એક તરફ ગુજરાત કોંગ્રેસ પોતાના 26 ઉમેદવારોના નામ જાહેર કરી શકી નહોતી અને બીજી તરફે ગુજરાતમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું જોકે, હવે પ્રાપ્તા અહેવાલો મુજબ અહેમદ પટેલ સાથે કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ ચૂંટણી નહીં લડે.

    ગુજરાતના રાજકારણના મોટા સમચાાર એ છે કે અહેમદ પટેલ ગુજરાતમાં ચૂંટણી નહીં લડે અને મહાગઠબંધન માટે ભૂમિકા ભજવશે અને શક્તિસિંહ બિહારના પ્રભારી હોવાથી તેઓ ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદેશ આપ્યો છે, કે આ બંને નેતાઓ તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવશે. કોંગ્રેસે અહેમદને કોષાધ્યક્ષ તરીકે નીમ્યા છે, પાર્ટી માટે ફંડ એકઠું કરવાનું કામ તેમનું છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે આપેલી સૂચના મુજબ આ બંને નેતાઓને ચૂંટણી નહીં લડાવાય.

    આ પણ વાંચો: અમરેલીઃ મતદારો કોની ‘કાછડી’ ઉતારશે? ધાનાણીની કે નારણભાઈની!

    ઉલ્લેખનીય છે કે આજે સવારે કોંગ્રેસે આપેલા ખાનગી મેન્ડેટના આધારે અમરેલીથી ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે એવી શક્યતા હતી કે કોંગ્રેસ મોટા માથાઓને મેદાને ઉતારી અને ભારતીય જનતા પાર્ટીને સરપ્રાઇઝ આપી શકે છે, જોકે, આ મુદ્દે અહેમદ પટેલ અને શક્તિસિંહનું નામ બાદ થતા હવે ક્યાં ઉમેદવારને કોંગ્રેસ પક્ષ મેન્ડેટ આપે છે, તે કાલ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: General Elections 2019 congress, Gujarat Loksabha Elections 2019, Loksabaha Elections 2019, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन