Home /News /gujarat /

પક્ષ છોડી ગયેલા ધારાસભ્યો મુદ્દે અહેમદ પટેલે કહ્યું, 'કોંગ્રેસે ભવિષ્યમાં ખૂબ જ કાળજી રાખવી પડશે'

પક્ષ છોડી ગયેલા ધારાસભ્યો મુદ્દે અહેમદ પટેલે કહ્યું, 'કોંગ્રેસે ભવિષ્યમાં ખૂબ જ કાળજી રાખવી પડશે'

અહેમદ પટેલની ફાઇલ તસવીર

અહેમદ પટેલે કહ્યું કે હાર્દિક પટેલ પર થયેલો હુમલો તેનું મનોબળ તોડવાનું કામ છે, જ્યારે દેશમાં પરિણામ આવશે ત્યારે નરેન્દ્ર ભાઈ માજી વડાપ્રધાન હશે

    ન્યૂઝ 18 ગુજરાતી : કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાજપની નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને ગુજરાત કોંગ્રેસ અને હાર્દિક પટેલ વિશે ચર્તા કરી હતી. તેમણે કહ્યું કે આપણને ગુજરાતી તરીકે કહેતા દુઃખ થાય છે પરંતુ નરેન્દ્ર ભાઈ 23મી પછી માજી વડાપ્રધાન હશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં 15 જેટલી બેઠકો જીતશે જેમાં સૌરાષ્ટ્રની 5-6 બેઠકો જીતશે જ્યારે ભાજપ દેશમાં 150 બેઠકો માંડ જીતી શકશે અને તેમના સાથી પક્ષો સાથે મળીને 220 જેટલી બેઠકો જીતશે. તેમણે કહ્યું કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તે અંગત સ્વાર્થ માટે ગયા છે અને કોંગ્રેસ ભવિષ્યમાં આવા લોકોને ઓળખી અને ટિકિટની વહેંચણી ખૂબ જ કાળજી પૂર્વક કરવી પડશે.

    તેમણે કહ્યું “સ્ભાવિક છે કે ઇલેક્શનમાં પોત પોતાની વાતો દરેક પક્ષો રજૂ કરતા હોય છે પરંતુ જે વાતાવણરમાં મેં જોયું છે અને છેલ્લા પાંચ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ ચલાવ્યું છે તેનાથી તમામ વર્ગો દુઃખી છે. 2014માં જે રીતના વાયદાઓ કર્યા હતા અને પાંચ વર્ષના અંતે સામાન્ય રીતે જે સત્તામાં હોય છે તેમણે હિસાબ આપવો જોઈએ એના બદલે કોંગ્રેસ પાસે હિસાબ આપે છે. એટેક ઇઝ બેસ્ટ ડિફેન્સ આ નરેન્દ્ર ભાઈ મોદી અને અમિત શાહની સ્ટ્રેટેજી છે. મારે તમને પૂછવું છે? તમે છેલ્લાં પાંચ વર્ષમાં શું કર્યુ નોટબંધી, જીએસટી જેવા તઘલકી નિર્ણયો લીધા છે. કહેતા દુખ થાય છે, આપણા ગુજરાતના છે, વડાપ્રધાન છે જ્યારે પરિણામ આવશે ત્યારે વડાપ્રધાન નહીં હોય પરંતુ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે.”

    આ પણ વાંચો :  આશા પટેલનો ઓડિયો વાયરલ, 'હાર્દિક ફેક્ટર ઘટાડવા શહીદ પરિવારને પૈસા આપી દો'

    અહેમદ પટેલે ઉમેર્યુ “જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ભાજપ 150-160 સીટ નહીં લાવી શકે તેમના સાથી મિત્રો સાથે મળીને તે દેશમાં 200 સીટ નહીં લાવી શકે. કોંગ્રેસ સૌરાષ્ટ્રની 4-5 સીટો જીતશે અને રાજ્યમાં 15 જેટલી બેઠકો જીતશે. દેશમાં નોટબંધીના કારણે બેરોજગારી ઊભી થઈ છે. ભાજપ એક તરફ સિદ્ધાંતની વાત કરે છે અને બીજી બાજું લોકશાહીની ઢબે ચૂંટાયેલા ધારાસભ્યોને તોડે એ યોગ્ય નથી. કોંગ્રેસે ભવિષ્યમાં કાળજી પૂર્વક ટિકિટ આપવી જોઈએ. કોંગ્રેસે ટિકિટ આપતા પહેલાં ખૂબજ કાળજી રાખવી પડશે. ”

    હાર્દિક પટેલ વિશે તેમણે કહ્યું “ આ હુમલો ડિમોરલાઇઝ કરવા માટે કોંગ્રેસનો પ્રચાર કરે છે તેથી કરવામાં આવ્યો તેનાથી વધારે શરમજનક બાબત કોઈ નથી. ભાજપે રાજકીય , સૈદ્ધાંતિક લડાઈ લડવી જોઈએ પરંતુ ચૂંટણીમાં હિંસક સ્વરૂપ ધારણ કરવું તે યોગ્ય નથી.”
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ahemad patel, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन