Home /News /gujarat /

દેશનાં 14 હજાર કરોડ ખેડૂતોને બેઠા કરવા મોદી સરકાર કામ કરી રહી છેઃ કૃષિ પ્રધાન રાધામોહન

દેશનાં 14 હજાર કરોડ ખેડૂતોને બેઠા કરવા મોદી સરકાર કામ કરી રહી છેઃ કૃષિ પ્રધાન રાધામોહન

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ક્રૃષિપ્રધાન રાધામોહન આજે અમદાવાદના પ્રવાસે હતા તેમણે એમેથોન 2016નું IIM ખાતે આયોજન કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કૃષિપ્રધાન રાધામોહને સમિટની શરૂઆત કરાવી હતી. ઇન્ટરનેશનલ સમિટમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સતત ત્રણ દિવસ સુધી એમેથોન સમિટ ચાલશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃ કેન્દ્ર સરકારના ક્રૃષિપ્રધાન રાધામોહન આજે અમદાવાદના પ્રવાસે હતા તેમણે એમેથોન 2016નું IIM ખાતે આયોજન કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરી કૃષિપ્રધાન રાધામોહને સમિટની શરૂઆત કરાવી હતી. ઇન્ટરનેશનલ સમિટમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સતત ત્રણ દિવસ સુધી એમેથોન સમિટ ચાલશે.

કૃષિ પ્રધાન રાધામોહને સંબોધનમાં જણાવ્યું હતું કે,'કૃષિ ફૂડ કોમર્સ પર આ સમિટમાં તમે ચર્ચા કરવાના છો', 'હું ભારતીય કૃષિના પુનર્જીવન પર કહેવા માગીશ.'દેશનાં 14 હજાર કરોડ ખેડૂતો માટે ક્રૃષિના પુનર્જન્મ માટે અમારું પહેલું કદમ છે.'ક્રૃષિવિજ્ઞાન કેન્દ્રોની હાલત ખરાબ છે', 'દેશનું દુર્ભાગ્ય છે કે જેવું જોઇએ તેવું કામ નથી થતું. 'કાર્યોને ગતિ આપવાનું કામ પી.એમ મોદી દ્ધારા થઇ રહ્યું છે.ક્રૃષિ કાર્યોને ગતિ આપવા માંગે છે.

રાધામોહને વધુમાં કહ્યું હતું કે,પાછલાં વર્ષોમાં હજારો એકર જમીન મરી ગઈ છે. પીએમ મોદીએ સત્તા પર આવતાં જ ચિંતન કરવા કહ્યું અને અમે આ મુદ્દે સર્વે કરાવ્યો હતો. અમે 31 ડિસે.સુધીમાં રૂ.288 કરોડ રાજ્યને ખેડૂતો માટે ફાળવ્યા છે.

કૃષિપ્રધાને વધુમાં કહ્યું હતું કે,'ખેડૂતોને પાણી પહોંચાડવા અમે યોજના બનાવી છે. 31 માર્ચ સુધી 100 જિલ્લાનો ઇરીગેશન પ્લાન બનાવાશે.'પરંતુ અમારી સરકારને હજુ 18-19 મહિના થયા છે.અમારું કામ દેખાતા સમય લાગશે.

કૃષિ પ્રધાને આગળ બોલતા કહ્યું કે,'50 હજાર કરોડ પીએમ સત્તા પર આવતાં જ આપી ચૂક્યા છે '.'જૈવિક ખેતીની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.પુનર્જીવનની દિશામાં આગળ વધવા અમારી યોજનાઓ છે. ખેડૂતોનું જીવન સુયોગ્ય બનાવવા અમારો પ્રયાસ રહેશે.

રાધામોહનને સંબોધનમાં જણાવ્યું કે,ક્રૃષિમાં ભારે પરિવર્તનની સંભાવના છે. રાજ્યનો ગ્રોથ વધુ હોય તો ક્રૃષિનો ઘાટ હોય છે. ગુજરાતના વિકાસ સાથે ક્રૃષિનો વિકાસ પણ વધ્યો છે.અટલજીએ જય જવાન જય કિસાન નામ આપ્યું છે. ખેતી સાથે યુવાનો જોડાયેલા રહે તેવા પ્રયાસો છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, કેન્દ્રીય મંત્રી, ખેડૂતો, ગુજરાત, ભાજપ, રાજકારણ, રાજ્ય સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन