Home /News /gujarat /

વિદ્યાર્થી માટે જાણવા જોગ, પારુલ, રાય, આર.કે.યુનિ.માં ચાલતા કૃષિ કોર્સ અમાન્ય

વિદ્યાર્થી માટે જાણવા જોગ, પારુલ, રાય, આર.કે.યુનિ.માં ચાલતા કૃષિ કોર્સ અમાન્ય

પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે ત્રણેય યુનિવર્સિટીના એગ્રિકલ્ચરના કોર્સિસને અમાન્ય ઠેરવ્યા હોવાથી શિક્ષણ વિભાગનો નિર્ણય

  ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્ય સરકાર દ્વારા રાય, પારૂલ અને આર.કે. યુનિવર્સિટી સહિત અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ચાલતા બીએસસી એગ્રિકલ્ચર સહિતના કૃષી અભ્યાસક્રમને ગુજરાત સરકારે અમાન્ય જાહેર કર્યા છે. આ કોર્સના મદ્દે ત્રણેય ખાનગી યુનિવર્સિટી સુપ્રીમ કોર્ટમાં કેસ હારી ગઈ છે, જેના પગલે યુનિવર્સિટીઓના આ કોર્સને અમાન્ય ઠેરવવામાં આવ્યા છે.

  ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 હેઠળ રાજ્યમાં કાર્યરત આ ખાનગી યુનિવર્સિટીઓએ કોઈ પણ પ્રકારની ફેસિલિટી વગર આ કોર્સ શરૂ કર્યુ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. રાય યુનિવર્સિટીમાંથી આ કોર્સની એક બેચ પણ બહાર પડી ગઈ હતી. કોર્સને માન્યતા ન હોવાના કારણે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં વધુ અભ્યાસક્રમ માટે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો નહોતો, જેના પગલે વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણેય યુનિવર્સિટીના કોર્સને અમાન્ય ઠેરવતા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ ત્રણેય યુનિવર્સિટીઓમાં ચાલતા એગ્રિકલ્ચરમાં ચાલતા કોર્સ અમાન્ય હોવાનું ઠેરવ્યું હતું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Parul University

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन