Home /News /gujarat /તુર્કી અને સીરિયા બાદ ગુજરાતની ધરા પણ ધ્રૂજી, અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

તુર્કી અને સીરિયા બાદ ગુજરાતની ધરા પણ ધ્રૂજી, અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

અમરેલીમાં ભૂકંપ (ફાઈલ ફોટો)

અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે.

અમરેલી: તુર્કી અને સીરિયામાં આજે ભૂંકપના કહેરે તબાહી મચાવી છે. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8ની રહી હતી. એક અહેવાલ અનુસાર અહીં છેલ્લા 12 કલાકમાં 46 વખત ધરતી ધ્રુજી હતી. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2300 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે આજે ગુજરાતના અમરેલીમાં ધરા ધ્રૂજી છે.

અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ઉપરાંતના ગામડાઓની ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતા ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો: જવાનીમાં આચરેલા ગુનાની સજા વૃદ્ધાવસ્થામાં મળશે, 31 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મિતિયાળા, સાકરપરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ખાંભા ગીર પંથક સહિતના ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો રદાર આંચકો અનુભવાયો છે. મીતીયાળા બાદ અનેક ગામડાઓમાં ભૂકંપના આંચકાને કારણે ફફડાટ ફેલાયો છે.

મિતિયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ રહી છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3ની આસપાસ પહોંચી જતાં સ્થાનિકોમાં ખૂબ ફફડાટ ફેલાયોછે. સાવરકુંડલા તાલુકામાં અનુભવતા ભૂકંપના આંચકા મામલે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આવતી કાલે સુસ્મોલોજી વિભાગની ટીમ મુલાકાત લેશે. ટેકનીકલ ટીમ દ્વારા વિસ્તારનું નિરીક્ષણ કરી રિપોર્ટ આપવામાં આવશે.
First published:

विज्ञापन