Home /News /gujarat /અમદાવાદમાં ગુનેગારો કેમ બેફામ બન્યા: પોલીસ કમિશનરના રહેણાંક વિસ્તારમાં ગણતરીના દિવસોમાં ત્રીજી હત્યા

અમદાવાદમાં ગુનેગારો કેમ બેફામ બન્યા: પોલીસ કમિશનરના રહેણાંક વિસ્તારમાં ગણતરીના દિવસોમાં ત્રીજી હત્યા

અમદાવાદમાં ગણતરીના દિવસોમાં જ પોલીસ નિષ્ક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે.

Ahmedabad Crime: ગણતરીના દિવસોમાં જ પોલીસ નિષ્ક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગરબા બંધ કરાવવા માટે અસામાજિક તત્વો એ કરેલી તોડફોડની ઘટના બની હતી ત્યાં એક બાદ એક ત્રીજી હત્યાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. 

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ માટે એક બાદ એક શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના મેઘાણી નગરમાં નવા અધિકારીઓ આવતા જ ગુનેગારો બેફામ બન્યા છે. એક બાદ એક મેઘાણીનગર વિસ્તારમાં સતત ત્રીજી હત્યાની ઘટના બની છે. જેમાં વાહન ચલાવવા મામલે યુવકને શરીર પર ચપ્પુ તેમજ તલવારથી ઘા મારી હત્યા નીપજાવવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ કમિશનર મેઘાણીનગર વિસ્તારમાં જ રહે છે અને આ જ વિસ્તારમાં ગુનેગારોએ ફરી માથું ઊંચક્યું છે અને એક બાદ એક ગુનાઓને અંજામ આપવામાં પોલીસની નિષફળતાને કારણે સફળ રહેતા હોય તેમ લાગી રહ્યું છે.

મેઘાણીનગરના ભાર્ગવ રોડ ઉપર રાતના સમયે અમિત રાઠોડ નામનો યુવક મોટાભાઈ સુમિત રાઠોડ અને એક મિત્ર સાથે મોટરસાયકલ પર નીકળ્યો હતો. તે સમયે રસ્તામાં કિસ્મતનગર રસ્તા પાસે વિશાલ રાજપૂત, ગુડ્ડુ રાજપુત અને અનિલ બઘેલ રોડ ઉપર ઉભા હતા અને તેઓએ અમિત રાઠોડની મોટરસાયકલ ઉભી રખાવી બાઈક જોઈને ચલાવો દેખાતું નથી તેવું કહીને ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને તે દરમિયાન અમિત રાઠોડના મોટાભાઈ સુમિત રાઠોડ ઉપર ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ચપ્પુ અને તલવારથી જીવલેણ હુમલો કરતા સુમિત રાઠોડને ગંભીર ઇજાઓ થઈ હતી.

આ પણ વાંચો- VIDEO: ઉંઢેરા ગામે ગરબા મહોત્સવમાં હુમલો કરનારની ધોલાઈ

જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ સુમિત રાઠોડનું મોત થતા આ મામલે મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વિશાલ રાજપૂત તેમજ અનિલ બઘેલ નામના આરોપીની ધરપકડ કરી છે અને હત્યા પાછળનું ખરું કારણ જાણવા માટે તપાસ કરવી જ તે જ કરી છે.

આ પણ વાંચો- શું દિવાળી પર મળવા વાળા બોનસ કે ભેટ પર ટેક્સ લાગે છે?

ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસોમાં જ પોલીસ નિષ્ક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગરબા બંધ કરાવવા માટે અસામાજિક તત્વો એ કરેલી તોડફોડની ઘટના બની હતી ત્યાં એક બાદ એક ત્રીજી હત્યાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन