સરકારની મહત્વની જાહેરાત, પોલીસ બાદ હવે આ તમામ વિભાગના કર્મચારીઓને પણ 25 લાખનું વિમા કવચ


Updated: April 7, 2020, 3:37 PM IST
સરકારની મહત્વની જાહેરાત, પોલીસ બાદ હવે આ તમામ વિભાગના કર્મચારીઓને પણ 25 લાખનું વિમા કવચ
પ્રતિકાત્મક તસવીર

અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓને kovid 19 પરની ફરજ દરમ્યાન કોરોનાને કારણે અવસાન થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરેલી

  • Share this:
રાજ્યમાં કોરોના વાયરસ Covid 19ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકીને સેવા દાયિત્વથી ફરજ બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે.

અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓને kovid 19 પરની ફરજ દરમ્યાન કોરોનાને કારણે અવસાન થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરેલી છે. હવે મુખ્યમંત્રી જાહેર કર્યું છે કે, રાજ્યની નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓનું આ કોરોના વાયરસનો ભોગ બનવાથી અવસાન થાય તો, તેવા કર્મીઓને 25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે.

તો મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસની બીમારીથી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે.

જ્યારે હાલની લોક ડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોના વાયરસના સંક્રમણથી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણયો કર્યા છે.
First published: April 5, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading