Home /News /gujarat /ભાજપના અન્ય નેતાઓ પણ મંત્રીઓને પગલે, મંત્રીઓ બાદ હવે કોર્પોરેશનનાં નેતાઓએ ઓચિંતી રેડ પાડવાનો ચીલો ચાતર્યો

ભાજપના અન્ય નેતાઓ પણ મંત્રીઓને પગલે, મંત્રીઓ બાદ હવે કોર્પોરેશનનાં નેતાઓએ ઓચિંતી રેડ પાડવાનો ચીલો ચાતર્યો

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલે ફાયર સ્ટેશનની ઓચિંતી મુલાકાલ લઈ મોક ડ્રીલ કરાવી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી મોક ડ્રીલમાં ચોથા માળ ખાતેથી ચેરમેનના પી.એ. દ્વારા ત્રીજા માળે આગ લાગી હોવાનો બચાવ કોલ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: પીએમઓ દ્વારા સીએમ સહીત મંત્રી મંડળને પોતપોતાના વિભાગમાં અચાનક રેડ પાડી ખરેખર વિભાગમા શું ચાલી રહ્યું છે ને ખરેખર કામ થાય છે કે નહી. તે તપાસવા માટે સૂચના અપાઇ છે. મંત્રીઓ તો આ સૂચના અનુસાર પોતાના વિભાગમાં ધડબડાટી બોલાવી જ રહ્યા છે. પરંતુ મંત્રીઓ બાદ હવે ભાજપના અન્ય નેતાઓ પણ આ પગલે ચાલ્યા છે.

તાજેતરમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગ્રીન આર્કેડ ફ્લેટમાં થયેલ આગની ઘટનાને કારણે પ્રાંજલ નામની દીગરીએ જીવ ગુમાવ્યો હતો. આવી ઘટના ગાંધીનગરમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન જશવંત પટેલ દ્વારા ફાયર સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

આ પણ વાંચો: ભાજપ હાઈકમાન્ડ દ્વારા 6 સાંસદ સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ઉધડ લેવાયા

આ ઉપરાંત તેમના દ્વારા આવી કોઈ ઘટના ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે બને તો ફાયર બ્રિગેડ દ્વારા કયા પ્રકારે બચાવ કામગીરી કરી શકાય? તેની મોક ડ્રિલ કચેરીના કાર્યમાં ખલેલ ન પહોંચે તે રીતે ઓચિંતા યોજવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડના રિસ્પોન્સ ટાઈમ, નાની મોટી ત્રુટીઓ અને ધ્યાન રાખવા જેવી બાબતો વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેરમેન જશવંત પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીમાં આગના બનાવ બને તો તેને પહોંચી વળવા કચેરીમાં લાગેલ વોટર હોર્સ તેમજ અન્ય સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ? તથા યોગ્ય પ્રેશરથી પાણી આવે છે કે કેમ? તેની ઓચિંતા સ્થળ તપાસ કરી ચકાસણી કરી તેમજ આ બાબતે કામગીરી કરતા સંલગ્ન તમામ એજન્સી તથા કર્મચારીઓને ત્રુટી દૂર કરવા અને આગનો બનાવ બને તે સમયે ઓછામાં ઓછું નુકસાન કચેરીને થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત તેઓએ 42 MTP હાઇડ્રોલિક મશીન ત્વરીત રીપેર કરવા માટે સૂચના આપી હતી. ચેરમેને ફાયર શાખાના કર્મચારીઓસાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં ફાયર કર્મચારીઓ પાસે ફાયર શૂટ તથા સેફ્ટી શૂઝ ન હોવાનું ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક ધોરણે ખરીદી કરવા માટે ભલામણ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં સાવકી દીકરીની હત્યા કર્યા બાદ પાપી પિતા લાશને ફેંકવા નીકળ્યો, જુઓ વીડિયો

આ ઉપરાંત ઓછા સાધનોમાં એટલે કે માત્ર 1-2 કર્મચારી ખભે ઉચકીને લઈ જઈ શકે તેવા ઉપકરણોની મદદથી કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તે માટેની સમીક્ષા કરી હતી. જેથી વચ્ચેના માળમાં ફસાયેલી વ્યક્તિનો ઉપર કે નીચેના માળથી બચાવ કરી શકાય.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી મોક ડ્રીલમાં ચોથા માળ ખાતેથી ચેરમેનના પી.એ. દ્વારા ત્રીજા માળે આગ લાગી હોવાનો બચાવ કોલ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ચેરમેનશ્રીની સૂચના મુજબ મોક ડ્રીલ યોજી હતી. કરવામાં આવી હતી. જેમાં નાયલોન ડ્રોપની મદદથી, એલ્યુમિનિયમ સીડી લટકાવીને તથા નાયલોન ડ્રોપ અંદર લેડર લટકાવીને એમ ત્રણ પ્રકારે એમ ત્રણ રીતે બચાવ કામગીરીની ડ્રીલ કરવામાં આવી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: BJP Gandhinagar Corporation, Gandhinagar News, Gandhinagar Sachivalaya

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन