Home /News /gujarat /અમદાવાદ: આરોપીઓએ ઇમરાન હાશ્મીનું નામ લઇ મેસેજ કર્યો, ફરિયાદીના ઘરે જઇ ફાયરિંગ કર્યું
અમદાવાદ: આરોપીઓએ ઇમરાન હાશ્મીનું નામ લઇ મેસેજ કર્યો, ફરિયાદીના ઘરે જઇ ફાયરિંગ કર્યું
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના
આરોપીઓ દ્વારા પેહલા ફરિયાદીના ઘર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવાની કોશિશ કરી હતી ત્યાર બાદ સળગાવવામાં સફળ ના થયા ત્યાર બાદ તે લોકો એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આરોપીઓ દ્વારા પેહલા ફરિયાદીના ઘર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવાની કોશિશ કરી હતી ત્યાર બાદ સળગાવવામાં સફળ ના થયા ત્યાર બાદ તે લોકો એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. મહત્ત્વનું છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી, જેથી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદીના પુત્ર અને મુખ્ય આરોપી મુદસરખાન વચ્ચે ઉસ્તાદ ધંધાને લઈ મગજમારી ચાલી રહી હતી. જેથી આરોપીએ ગત 23 તારીખે પેહલા મેસેજ કરીને ધમકી આપી અને ત્યાર બાદ ગત 25 જાન્યુઆરીના રોજ આરોપી પોતાના અન્ય સાગરીતો સાથે મળી ફરિયાદીના ઘરની બહાર આવીને તેમના નામ વગેરે પૂછતા તે લોકોએ ગંદી ગાળો આપી ઘર ઉપર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી પથ્થર ફેંકવા લાગ્યા હતા ત્યાર બાદ લાઇટર ચાલુ કરી ઘર ઉપર નાખેલ પરંતુ લાઇટર બંધ થઈ ગયેલ.
જોકે ફરિયાદીના ઘરના અન્ય લોકો બહાર આવી ગયેલ અને ત્યાર બાદ આરોપીઓમાંથી એક આરોપીએ હથિયાર કાઢી મારી ઉપર ફાયરિંગ કરેલ પરંતુ કોઈ લાગી નહિ, જેથી ફરિયાદી પરિવાર સાથે ઘરમાં જતા રહ્યા અને બૂમાબૂમ કરતા અન્ય લોકો ભેગા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલ.
નોંધનીય છે કે થોડા દિવસો પેહલા આરોપીએ ફરિયાદીના વાહનને પણ આગ લગાડી દીધેલ. જેની ફરિયાદ પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. હાલ પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પડકવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ બાદ અન્ય ખુલાસા સામે આવી શકે તેમ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર