Home /News /gujarat /રાજકોટ: માસુમની હત્યા કર્યા બાદ છાતીએ ચાંપી લાશને ફેંકવા નીકળ્યો પાપી પિતા, જુઓ લાઈવ CCTV

રાજકોટ: માસુમની હત્યા કર્યા બાદ છાતીએ ચાંપી લાશને ફેંકવા નીકળ્યો પાપી પિતા, જુઓ લાઈવ CCTV

આરોપી પોતાના વતનમાં નાસી જાય તે પૂર્વે જ એલસીબીની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

Rajkot Crime News: પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ કેદ કરી FSL માં મોકલ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં પાપી પિતાના કારનામાનો પુરાવો સામે આવ્યો છે. અઢી વર્ષની માસુમ સાવકી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ દીકરીની લાશને છાતી સાથે લગાડી જગ્યાએ ફેકવા જતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે પોલીસે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ કેદ કરી FSL માં મોકલ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી સજ્જન સિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમિત શ્રીકાંત ગૌડ પોતાની સાવકી દીકરીને લઈ ઘરેથી નીકળ્યો હતો. બાદમાં પોતે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અનન્યાને કોઈ ફોર વ્હીલ ચાલકે અડફેટે લીધી છે. તેને દવાખાને સારવારમાં લઈ ગયેલ છે. ત્યારબાદ આ જ દિવસ સુધી બાળકીની તપાસ કરતા બાળકી મળી ન આવતા બાળકીની માતા રુકમણી બહેને આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: કસ્ટડીમાં યુવકને થર્ડ ડિગ્રી આપી તેના પ્રાઈવેટ પાર્ટ પર કરંટના ઝટકા આપ્યા

જે ગુના અંતર્ગત આરોપીની શોધખોળ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ભરત બોરીસાગર અને તેમની ટીમના માણસોને ખાનગી રાહે બાકી મળી હતી કે, આરોપી પોતાના વતનમાં નાસી જવાનો છે. જે માટે તે ગાંધીનગર પહોંચી ચૂક્યો છે. ત્યારે આરોપી પોતાના વતનમાં નાસી જાય તે પૂર્વે જ એલસીબીની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ગુનાના કામે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.પોલીસની પૂછપરછમાં આરોપી અમિતે જણાવ્યું છે કે, અઢી વર્ષની અનન્યાનું ભરણપોષણ કેવી રીતે કરીશું તે બાબતે અવારનવાર મૃતકની માતાને પૂછતો હતો. આરોપીને સતત એવું લાગતું રહ્યું હતું કે, માસુમ અનન્યા તેના લગ્ન જીવનમાં બાધા રૂપ થાય છે. ત્યારે માસુમનું કાયમી માટે કાસળ કાઢવા અમિતે પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત તેણે સૌપ્રથમ અનન્યાને આવવારું જગ્યાએ લઈ જઈ તેને મોઢા પર મારી મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ દીવાલ સાથે માથા ભટકાડી માથાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી. તો સાથે જ મોઢા પર તેમજ નાક પર પોતાનો હાથ દબાવી જ્યાં સુધી માસુમ બાળકી અનન્યાનો શ્વાસ રૂંધાઇ ન જાય ત્યાં સુધી હાથ ન હટાવી તેનું મોત નીપજાવ્યું હતું. હત્યા કરી બાળકીની લાશને ગોંડલ રોડ પર આવેલ શિવ હોટલ પાસે વિમલ ટાયર ના પટ તરીકે ઓળખાતા ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડી વચ્ચે નાખી દીધેલ હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Latest News Rajkot Crime, રાજકોટ હત્યા, રાજકોટના સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन