Home /News /gujarat /

PSI પ્રમોશન વિવાદ : 400થી વધુ જગ્યા પર PSIને PI તરીકે પ્રમોશન આપવા હાઇકોર્ટની લીલીઝંડી

PSI પ્રમોશન વિવાદ : 400થી વધુ જગ્યા પર PSIને PI તરીકે પ્રમોશન આપવા હાઇકોર્ટની લીલીઝંડી

પ્રતિકાત્મક તસવીર

સિનિયોરિટી લિસ્ટને લઈને થયેલા વિવાદમાં પ્રમોશનની પ્રક્રિયા અટકી હતી, અગાઉ હાઇકોર્ટે મનાઇહુકમ ફરમાવ્યો હતો.

    સંજય જોષી, અમદાવાદ : પોલીસ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા પોલીસકર્મીઓને નિયત સમય બાદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળતું હોય છે. જોકે, વર્ષ 2010ની PSIની બેચમાં સિનિયોરીટીના મામલે વિવાદ થતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને 2010ની બેચના તમામ PSIનું પ્રમોશન અટકી પડ્યું હતું. આ મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપતા હવે રાજ્યસરકાર આગળની કાર્યવાહી કરી શકશે.

    પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)નાં પોલીસ ઇન્સપેક્ટર (PI) તરીકે પ્રમોશન આપવા માટે કોર્ટે લીલીઝંડી આપી દેતા હવે રાજ્યસરકારે તૈયાર કરેલા લીસ્ટ મુજબ 400થી વધુ જગ્યા પર પ્રમોશ આપી શકાશે. હાલ રાજ્યમાં 400થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરોની જગ્યા ખાલી પડી છે.

    આ પણ વાંચો :  વડોદરામાં ધોધ'માર' : બાળકને બચાવવા 'વસુદેવ' બન્યા PSI

    આ વિવાદ ત્યારે જન્મ્યો જ્યારે વર્ષ 2010ની PSIની બેચની ટ્રેનિંગમાં મેરીટ અને સિનિયોરિટીને લઈને વિવાદ થયો અંતે એક વર્ષથી અટકી પડેલી પ્રક્રિયા હવે થઈ શકશે. સમગ્ર મામલે વિવાદ થતા અગાઉ હાઇકોર્ટે પ્રમોશનની પ્રક્રિયા સામે મનાઇ હુમક ફરમાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ હવે રાજ્યના PSIને બઢતી મળવાની સાથે PIની જગ્યાઓ ભરાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવામાં પણ સરળતા મળશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Highcourt, Promotion, Vadodara, પીએસઆઇ

    આગામી સમાચાર