#કામની વાત: પહેલી સીઝર ડીલીવરી થઈ હોય તો બીજી નોર્મલ થઈ શકે?

 • Share this:
  બીજી ડિલીવરી નોર્મલ થઇ શકે છે?

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

  સમસ્યા- મારી અને પત્ની ની ઉંમર 29 વર્ષની છે. અમારે 15 મહિનાનો બાળક છે. આ બાળક સિઝેરિયન ઓપરેશન દ્વારા કરાવેલ હતું. જન્મતા જ તેને કમળો અને લોહીમાં પ્રોબ્લેમ થયેલ. તેથી તેને કાચની પેટીમાં રાખેલ. અમે વિર્ચાયું છે કે બીજુ બાળક ત્યારે જ કે પહેલું નિશાળે જાય ત્યારે. પરંતુ ડોક્ટર તરીકે તમારો શો અભિપ્રાય છે? બીજુ બાળક ક્યારે કરી શકાય? ઉંમર વધવાથી બીજુ બાળક કરવામાં તકલીફ પડી શકે છે? પહેલું બાળક સીઝેરીઅનથી આવેલ તો બીજુ નોર્મલ ડીલિવરી દ્વારા થઇ શકે છે? નોર્મલ ડિલિવરી માટે શું કરવું જોઇએ.

  ઉકેલ- પહેલી ડિલીવરી સિઝેરીઅનથી થયેલ હોવા છતાં બીજુ બાળક ચોક્કસ નોર્મલ ડિલીવરી દ્વારા થઇ શકે છે. પરંતુ તે ડિલિવરીના છેલ્લા દિવસોમાં નક્કી થાય છે. નોર્મલ અથવા ઓપરેશન નો આધાર બાળકની પોઝિશન, પત્નીની ઉંચાઇ, બાળકના વજન, બાળકની આજુબાજુના પાણી વગેરે ઉપર રહેલ છે. સામાન્ય રીતે બે બાળક વચ્ચેનો સમયગાળો ત્રણ થી પાંચ વર્ષનો હોવો જોઇએ. પત્નીની ઉંમર બત્રીસ-તેત્રીસ વર્ષની છાય ત્યાં સુધી ખાસ ચિંતાની વાત નથી પરંતુ વધારે મોડુ થાય તો બાળક રહેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે ત્રીસ વર્ષ પછી દર વર્ષે બાળક રહેવાની શક્યતા દસ ટકા ઘટી શકે છે. બાકી નોર્મલ ડિલીવરી માટે તમારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે નિયમિત ચેકઅપ કરાવવું જોઇએ અને જે કસરતો બતાવે તે કરવી જોઇએ.
  Published by:Bansari Shah
  First published: