અમદાવાદ: કોરોનાકાળનો (Corona Pandemic) અંત આવી રહ્યો છે. ધીમે ધીમે લોકો નોર્મલ થઇ રહ્યાં છે. તેવામાં દિવાળી પર્વનો માહોલ અને રજાઓ (Diwali Vacaion) આવતાં ગુજરાતીઓએ આ સમયનો ભરપુર લાભ ઉઠાવ્યો છે. ગુજરતાનાં તમામ પ્રવાસન સ્થળો દિવ, દમણ, ડુમસ, ગીર, માઉન્ટ આબુમાં જાણે કિડીયારુ ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
હાલમાં કેવડિયા કોલોનીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે બુકિંગ આગામી એક મહિના માટે બુક થઇ ગયું છે. તો માઉન્ટ આબુ ગુજરાતીઓથી ઉભરાઇ રહ્યું છે. હાલમાં ગુજરાતીઓ હોટલ રિસોર્ટનાં બમણાં ભાડાં ચૂકવી રહ્યાં છે. દિવ અને ડુમસનાં બીચ પર પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે.
એવું જ નહીં ગુજરાતીઓ વન ડે-ટુડે પિકનિકની પણ મોજ માણી રહ્યાં છે. જે માટે સાણંદ, નડિયાદ હાઇવે પરનાં રિસોર્ટ ફુલ થઇ ગયા છે. કોરોનાથી કંટાળેલાં અમદાવાદીઓ દિવાળીની ઉજવણી કરવાં કાકરિયા લેક, બટરફ્લાય પાર્ક, ટોય ટ્રેન ઉપરાંત સાયન્સ સિટીની મુલાકાત લઇ રહ્યાં છે. જેમાં તેઓ નાની વન ડે- ટૂ ડે પિકનિક માણી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ હોટેલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં આરામ ફરમાવવાં ડબલ ભાડાં પણ ચુકવી રહ્યાં છે.
છેલ્લા બે વર્ષથી જે રીતે ટુરિઝમ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો તે બાદ તેને વેગ મળ્યો છે. ગુજરાતીઓ ભયમુક્ત થઇને દિવાળીની રજાઓ માણવાં ગોવા, ઉદયપુર, જેસલમેર, સિક્કીમ, હિમાચલ, કાશ્મીર સહિતનાં પ્રવાસન સ્થળો પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે ગુજરાતીઓએ દિવાળી ઉત્સાહભેર ઉજવી છે અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પણ પાટે ચડી ગઇ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર