Home /News /gujarat /રૂપાણી બાદ વિજીલન્સ કમિશને પણ કબૂલ્યું: મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સૌથી ભ્રષ્ટ

રૂપાણી બાદ વિજીલન્સ કમિશને પણ કબૂલ્યું: મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સૌથી ભ્રષ્ટ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

ગુજરાત વિજીલન્સ કમિશ્નર એચ કે દાસનું કહેવું છે કે ગુજરાતમાં વિકાસની સાથે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે

ગીતા મહેતા, ગાંધીનગર

ગુજરાતના મુખ્યમંત્રી 26 ડિસેમ્બરે જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં હોવાનું નિવેદન આપતાં રાજ્યનું રાજકારણ ગરમાયું હતું અને તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. પરંતુ હવે વિજીલન્સ કમિશને પણ કબૂલ્યું છે કે ભ્રષ્ટાચારમાં રાજ્યના બે વિભાગો નંબર વન પર છે. ગુજરાત વિજીલન્સ કમિશ્નર એચ કે દાસનું કહેવું છે કે ગુજરાતમાં વિકાસની સાથે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે.

વિજીલન્સ કમિશનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાજ્યના મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દસ-દસ વર્ષથી ભ્રષ્ટાચારી અધિકારીઅ સામેના કેસો પડતર છે. પ્રાથમિક તપાસનાં દસ-દસ વર્ષ સુધી કોઈ ઠેકાણાં નથી, તો સજાની વાત તો બાજુએ રહી જાય છે.

વિજીલન્સ કમિશનના રિપોર્ટ મુજબ, દસ વર્ષમાં ભ્રષ્ટાચારની પ્રાથમિક તપાસ પણ પૂરી ન થઈ હોય તેવા અસંખ્ય કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. દસ વર્ષમાં રાજ્ય સરકારની બે-બે વાર બદલાઈ જાય પરંતુ ભ્રષ્ટાચારીઓ અડીખમ હોવા ઉપર રિપોર્ટના કારણે સવાલ ઊભા થઈ રહ્યા છે.

શહેરી વિકાસ વિભાગ પાસે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પ્રાથમિક તપાસના કુલ 222 કેસો છેલ્લા દસ વર્ષમાં પડતર છે. આ ઉપરાંત વિભાગના વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પ્રાથમિક તપાસ બાદની વિગતવાર તપાસના કુલ 224 અન્ય કેસો છેલ્લા દસ વર્ષમાં પડતર છે.

આ પણ વાંચો, મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ- રૂપાણી; ભાજપ રાજમાં આમ જ ચાલે છે- કોંગ્રેસ

મહેસૂલ વિભાગ પાસે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પ્રાથમિક તપાસના કુલ 339 કેસો છેલ્લા દસ વર્ષમાં પડતર છે.તથા પ્રાથમિક તપાસ બાદની વિગતવાર તપાસના કુલ 347 અન્ય કેસો છેલ્લા દસ વર્ષમાં પડતર છે.

ન્યુઝ18ની ટીમે સૌથી ભ્રષ્ટ વિભાગના સેક્રેટરીઝની લીધી મુલાકાત લીધી પરંતુ વિભાગમાં શું ચાલે છે તે મુદ્દે ખુદ સેક્રેટરીઓ છે અજાણ છે. મહેસૂલ વિભાગના સેક્રેટરી પંકજ કુમારે વહેલી તકે કેસો ઉકેલવાની ખાતરી આપી. પરંતુ શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી મુકેશ પુરીએ મામલો જાણવાની જ દરકાર ન લીધી.

આ પણ વાંચો, આ દેશમાં ભ્રષ્ટાચારનો 'ભ' પણ નથી, એક દિવસમાં શરૂ કરી શકો છો બિઝનેસ

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝીરો ટોલરન્સની વાતો કરતી રાજ્ય સરકારના વિભાગો અને અધિકારીઓ બંને દલા તરવાડીના માર્ગે હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ચોટીલાનું 500 કરોડનું કૌભાંડ અને નડિયાદનું જમીન કૌભાંડ સૌથી મોટા ઉદાહરણો છે. ચોંકાવનારી બાબત એ છે કે વિભાગના કુલ વાર્ષિક બજેટ કરતાં મોટા કૌભાંડો આચરવામાં આવ્યા છે.
First published:

Tags: Revenue, Vijay Rupani, અર્બન ડેવલપમેન્ટ, ગુજરાત, ભ્રષ્ટાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો